પૃષ્ઠ:Pratimao.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ આવશે !

ળદેવીના લહેરિયા સાળુ ઉપર આથમતો સૂર્ય જ્યારે ચંપકરંગી ટીબકીઓ ભરતો ભરતો નીચે ઊતરતો હતો, ત્યારે એક નૌકા એ પાણી ઉપર પહોળો પટ્ટો પાડતી ઝૂલણગતિએ ચાલી આવતી હતી. એને દેખીને બંદરનું બારું જાણે જીવતું બન્યું હતું, ઉદ્યમ અને આજીવિકાના થનગનાટ એ સંધ્યાકાળને રોમાંચિત કરી રહ્યા હતા.

સહુથી વધુ ઉલ્લાસ રમતો હતો એક સુઘડ સુવાસિત મકાનમાં: જ્યાં સોળથી લઈ ત્રીસ વર્ષની કુમારિકાઓનો માલિક એ વિદેશી નાવિકોનાં ભર્યા ભર્યા ગજવાંની વાટ જોતો ધૂપદીપ અને પુષ્યોના શણગાર સજાવી પ્રત્યેક ઓરડાને જાગ્રત કરતો હતો. જાતજાતની જટાને આકારે ગૂંથેલા ઊભા અંબોડાની ઘાટી ઘટામાં એ ચીબલાં નાક અને ચળકતી ઝીણી આંખોવાળું સૌંદર્ય ચહેરે ચહેરે રમતું હતું. છાતીથી પગની ઘૂંટી સુધી પહેરેલા ચપોચપ કિમોના* એ કુમારિકાઓની પગલીઓને નાજુકાઈ તેમ જ તરવરાટ આપી રહ્યા હતા. ઇજ્જતવાન માબાપોની આ ચંપકવરણી. કુમારિકાઓ, ખુદ માબાપોની જ મોકલી, અને બુદ્ધદેવની પ્રતિમાના આશીર્વાદો લેતી, પોતાનાં નવજોબનનું વેચાણ કરવા અહીં આવતી; વર્ષ- બે વર્ષ રહેતી અને પોતાની કમાઈ પિતાને ઘેર લઈ જઈ કુટુંબની ભીડ ભાંગતી. યોગ્ય અવસરે પાછી પરણી જઈ હરકોઈ ઊંચા ઘરની કુલ-વધૂ બનતી. એવો એ દેશનો વ્યવહાર હતો.

આવી પચાસેક માનવ-પરીઓનાં પાંપણો પટપટાવતાં ચંચલ નેનાંનું નિશાન બની રહેલ એ જહાજ બરાબર સૂર્યાસ્તે તો બારાની અંદર નાંગરી ચૂકયું હતું, અને એમાંથી બહાર આવતાં ઉતારુઓમાં બે જણા જુદા તરી

નીકળ્યા.

101