પૃષ્ઠ:Pratimao.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
102
પ્રતિમાઓ
 

બન્નેના લેબાસ સફેદ હતા. રૂપેરી બટનો છાતી પર, કાંડા પર અને ખભા પર ચળકતાં હતાં. બેઉ જણા જહાજના અફસરો હતા. મોટેરાના ગઠિયા જેવા બેઠી દડીના ભરાવદાર દેહ ઉપર પીઢ છતાં દોંગાઈભર્યું ગોળ મોં હતું. નાનેરાની કદાવર કાઠી પાતળી અને સાગના સોટા જેવી સીધી હતી. એના મોં પર બિનઅનુભવની મધુરતા હતી.

“કેમ, જરા સેલગાહ કરવા ઊપડશું ને ?” મોટેરાએ આંખોનાં નેણ ઉછાળ્યાં.

“ભલે, ચાલો.” જવાને ‘સેલગાહ’ શબ્દનો મર્મ પારખ્યો નહીં.

જેવાં તરલ અને હળવાં એ દેશનાં મનુષ્યો, તેવાં જ ત્યાંનાં વાહનો છે. સડક ઉપર રમતી આવતી રિક્ષા-ગાડીએ જ્યારે એ બેઉ પરદેશીઓને પેલા સુંદરીગૃહને દરવાજે ઉતારી દીધા, ત્યારે બન્ને મહેમાનોના સ્વાગતનું નૃત્ય ગુંજી ઊઠયું. સુખની મીઠી વેદના જગાડે તેવાં ધીરાં એનાં વાદ્યો હતાં. હવામાં લહેકતી એ જુવાન નર્તકીઓ હતી. પગમાં ઝાંઝર-ઘૂઘરા નહોતા. હાથમાં ઝૂલી રહેલ પંખા અને પંખીની પાંખો જેવા દુપટ્ટાના છેડા જ એ સંગીતને તાલ દેતા હતા.

મૂઠી ભરીને દાણા છાંટતાં જેમ પક્ષીઓ દોડયાં આવી ચણવા લાગે. તે રીતે એ જૂની પિછાનવાળા આધેડ અફસરનું એક જ દોંગું હાસ્ય સાંભળીને આ દુપટ્ટાવાળી ચીબી સુંદરીઓ એની સન્મુખ દોડી આવી. લળી લળીને એ બેઉ પરોણાઓને અંદર લીધા. મોટેરાના લાલસા-ભરપૂર ખડખડાટ હાસ્યે મકાનને ભરી દીધું. જુવાન તો હજુ આ કયા પ્રકારની સેલગાહ છે તેનો ઉકેલ કરી શક્યો નહોતો. ત્યાં તો આ સુંદરીઓના માલિકે સામા આવી ઝૂકીને આજ્ઞા માગી: “કેટલી જોશે, સાહેબ?"

"હો-હો-હો-હો,” મોટેરાએ હાસ્ય ગજાવીને જવાબ દીધો: “મારે જોઈશે ત્રણ, ને આમને માટે એક. એ હજુ નવો નિશાળિયો છે ખરોને! હો-હો-હો-હો.”

માલિકે તેમ જ સુંદરીઓએ એ કડાકા કરતું હાસ્ય ઝીલી લીધું. અને જુવાન અફસરને એક બીજા ખંડમાં ધકેલી દઈ એ મોટેરાએ ત્રણ