પૃષ્ઠ:Pratimao.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ આવશે !
103
 

સુંદરીઓના સંગમાં બગીચાનો લતામંડ૫ શોભાવ્યો.

જીવનમાં આજે પહેલવહેલા અનુભવની મીઠી બેચેની, લજ્જા અને કંપારી પામી રહેલો એ યુવાન પોતાને સારુ પીરસાવાની સુંદરીની વાટ જોતો - અથવા તો ધાસ્તી અનુભવતો – બેઠો છે. બહારના ભાગમાં બજી રહેલ નૃત્યગીતના ઘેરા ઝંકાર એ કાચનાં કમાડોની ઝીણી ચિરાડો વાટે અંદર ટપકી રહેલ છે. સાંભળનારને મીઠો નશો ઉપજાવે એવી ઘેરી માધુરી એ સંગીતમાં ભરી છે.

એકાએક એ યુવાનની નજર સામી દીવાલ પર પડી. કાચની એ પારદર્શક ભીંત ઉપર એક છાયા-છબી નૃત્ય કરી રહી છે. પાતળિયો, ઘાટીલો અને અંગેઅંગના મરોડ દર્શાવતો પડછાયો બરાબર પેલા બહારના સંગીતને તાલે તાલે જ ડોલે છે. એકાંતે, અણદીઠ અને નિજાનંદે જ નાચતી એ પ્રતિમા જાણે કોઈ ચિત્રમાંથી સળવળી ઊઠી છે. યુવાને એ બાજુનું બારણું ઉઘાડયું. એકલી એકલી મૂંગા મૂંગા નૃત્યની ધૂન બોલાવી રહેલી એક કન્યા થંભી ગઈ.

બન્ને જણાં સમજતાં હતાં કે અહીં આવનાર અતિથિને મનમાન્યું પાત્ર પસંદ કરી લેવા હક્ક છે. પરદેશી યુવાન એ કન્યાને કાંડું ઝાલીને પાછલા લતોદ્યાનમાં ઉઠાવી ગયો. પોતાની બીજી તમામ સંગિનીઓથી જુદી પાડી રાખીને પોતાને એકને જ શા માટે આ વેશ્યાગૃહના માલિકે અહીં એકાંતમાં સંઘરી હતી એ સમસ્યામાં પડેલી આ કન્યા આનંદભર તરવર પગલે આ પરોણાની જોડે દોડી ગઈ. એણે પોતાના જીવનની સફળતા અનુભવી. કોઈક બે આંખોને એ આકર્ષી શકે તેવું રૂપ પોતાને ય છે, એવી એને લાગણી થઈ આવી. બાગની હરિયાળી ઝંડ-ઘટામાં ચાંદની ચળાતી હતી. એ ચળાતાં ચંદ્રકિરણોને અજવાળે યુવાન એને નીરખી રહ્યો. ને એ તાજુબ થયોઃ શા માટે આ એક જ મોં એ આખા સુંદરી-વૃંદમાંથી બાતલ રહ્યું હશે? શા માટે આવું સૌદર્ય ઓરડે પુરાયું હતું?

કન્યાની આંખોમાં તો કેવળ આભારનાં આંસુ ચમકી રહ્યાં. શરમાતી સંકોડાતી, બીતી બીતી એ ઊભી રહી. હજુ એને ફફડાટ હતો કે કદાચ