પૃષ્ઠ:Pratimao.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ આવશે !
107
 

આવતી હતી.

“બસ, ચુ-ચુ-સેન !” નાવિકે એને અટકાવીઃ: હવે પાછી વળી જા"

"પાછા ક્યારે આવશો ?"

યુવાન થોભી ગયો, જવાબ ગોઠવતાં એને થોડી વાર લાગી. એણે કહ્યું: “પાછાં ચકલાં માળા બાંધશે ને, ત્યારે.”

છેલ્લી ચૂમી ઝીલીને ચુ-ચુ-સેન ત્યાં ઊભી રહી. બે-ત્રણ વાર પાછા વળી વળી દર્દભરી નિહાગ નાખતો નાવિક અદ્રશ્ય બન્યો ત્યાં સુધી એ ન ખસી. ને જ્યારે નૌકાનો ત્રીજો પાવો સંધ્યાના ભૂખરા ઉજાસને ચીરતો. એના કાન પર પડઘાયો, ત્યારે ચુ-ચુ-સેનની આંખો ઝાડમાં પાંદડાં તપાસતી. હતી. ફાગણ-ચૈત્રની ઊઘડતી કૌમુદીમાં ચકલીઓના માળા ધીરા ધીરા. ચીંચીકારે ગુંજતા હતા.

[3]

“જાગ્યો કે, દુત્તા નીંદર જ ન મળે કે?" ઓગણીસ વર્ષની માતા આઠ મહિનાના બાળકને પારણામાં નિહાળતી પૂછતી હતી.

"બા-પા-પા-પા !" બાળક હાથપગ આફળતો જીભના ગોટા વાળતો હતો.

"હં-હં !" માનું મોં ભર્યું ભર્યું મલક્યું: “બા-પા ! લુચ્ચાને ઝટ ઝટ 'બા-પા' જોવા છે. ખરું કે? પણ હમણાં નહીં, હમણાં નહીં. હજુ રાંડ ચકલીઓ માળા ક્યાં નાખે છે? હજુ તો શિયાળો છે, બચ્ચા ! ચકલીઓ થિજાઈને લપાઈ રહી છે. પછી ટાઢ ઊડશે, તડકી નીકળશે, વહાણલાં સોનલવરણાં બનશે, ચકલીઓ ગાતી ગાતી માળા નાખશે ત્યારે 'બાપા' આવશે, સમજ્યો ?”

એટલું કહીને માએ બાળકની હડપચી હલાવીઃ “સમજ્યો કે?”

“બા-બા-પા-પા!” બાળકના મોંમાંથી સનાતન ભાષા સંભળાઈ.

"દુત્તો નહીં તો ! જો તો ખરી, ઓળખ્યાપારખ્યા વિના નામે બોલાવવા લાગી પડ્યો. ખબરદાર ! ચૂપ ! લપાટ મારીશ, જો હવે એને બોલાવશે તો !” માએ નાક પર આંગળી મૂકી; હળવા હાથની લપાટ ચોડી.