પૃષ્ઠ:Pratimao.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
116
પ્રતિમાઓ
 

- સુખી – ઇચ્છું છું –થોથરાતાં થોથરાતાં એણે માંડ માંડ વાક્ય પૂરું કર્યું.

– ને પછી બેઉ કમાડ ખેંચીને ભેગાં કર્યા. ઊપડતી રિક્ષાની ટોકરીઓ એને કાને પડી.

અંદર જઈને એણે દાસીને બોલાવી; કહ્યું: “કીકાને હવે દાદાજી પાસે લઈ જા. સોંપી દેજે – મારા વતી સહુની ક્ષમા માગજે."

કમાડની બહાર નીકળ્યો ત્યાં સુધી બાળક પાછો વળી મા સામે જોતો હતો.

મા પીઠ દઈને ઊભી હતી.

એકલી પડી. ઘર બંધ કર્યું. પોતે જેને નિરંતર પૂજતી તે પ્રિય છબીની પાસે ગઈ.

છબીની પાસે એક છૂરી પડી હતી તે ઉપાડી. મ્યાનમાંથી છૂરી બહાર કાઢી. છૂરી ઉપર કોતરેલા શબ્દો વાંચ્યા: 'કલંકિત જિંદગી કરતાં ઇજ્જતભર્યું મૃત્યુ બહેતર છે.'

શાંતિથી એ છૂરીને એણે ગળામાં પરોવી લીધી. એનું ક્લેવર તમ્મર ખાઈને જ્યારે ધરતી પર પટકાયું, ત્યારે એ ધબાકો સાંભળવા ત્યાં કોઈ હાજર નહોતું.

રિક્ષા-ગાડીના ઘૂઘરા દૂર દૂર રણઝણતા હતા.