પૃષ્ઠ:Pratimao.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હાસ્યઃ પહેલું અને છેલ્લું
119
 

જતો. છને ટકોરે નવવધૂ એની વાટ જોઈને ઓફિસના દરવાજા પર ઊભી રહેતી. બેપરવાઈથી બેઉ જણાં બગીચામાં લટાર મારવા, અથવા તો નવા ઘરને શણગારવાની ઘરવખરી ખરીદવા માટે બજારમાં નીકળી પડતાં.

[2]

ધીરે ધીરે આ સ્વમાની યુવાનને ખબર પડવા લાગી કે જીવનની અંદરથી 11 થી 6 બજ્યા સુધીના મુકરર કલાકો જેવું, મહિને મહિને પહેલી તારીખે ચૂકવાતા દરમાયા જેવું, બીજું પણ એક અક્કડ તત્ત્વ એને જકડીને બેઠેલું છેઃ પોતાના જેવા 100-200 કારકુનોની એક આખી ઘટમાળ ચાલી રહી છે. પોતે પણ એ ઘટમાળનો જ એક ઘડો છેઃ એ હંમેશના ચક્કરમાં પોતાને પણ એક મુકરર જ સ્થાન છે. પોતાની આગળ અને પાછળ બીજા અનેક જુવાન ઊભા છેઃ પોતાના પગારમાં પાંચ રૂપિયાનો પણ વધારો મળવાની કોઈ સંભાવના નથી: પોતાની કાર્ય-પ્રવીણતાની ખાસ કોઈ અલાયદી કિંમત કે કદર નથીઃ સર્વ ક્લાકો પોતપોતાને સ્થાને અવિચળ છેઃ તાત્કાલિક કોઈ ઉપલી શ્રેણીનો મહેતા ગુજરી જાય કે માંદો પડે તેવો કોઈ સંજોગ નથી અને પોતાને જો ચાલુ પગારે રહેવું ન પરવડતું હોય તો બીજા પાંચસો જુવાનો આટલા પગાર માટે એ ચક્કરમાં જોડાવા તૈયાર છે !

આ જ્ઞાન એને કોણે કરાવ્યું? ચારેક મહિનાનાં ચડત બિલો લઈને નાણાંની ઉઘરાણીએ આવનારા કાપડિયાએ, દાણાવાળાએ, ઘાંચીએ. મોચીએ, ધોબીએ અને હજામે.

'પૂરું થતું નથી; પગાર વધારી આપોઃ મેં હવે સંસાર માંડ્યો છે' એવી માગણી લઈને એક દિવસ સાંજે જ્યારે એ મેનેજરના ટેબલ સામે જઈ ઊભો રહ્યો, ત્યારે એને જવાબ મળ્યો કે બીજે ઠેકાણે વધુ મળતું હોય તો શોધી લો ! સંસાર માંડ્યો તેનું તો શું થાય? અમે કંઈ તમને તમારો સંસાર ચલાવી દેવાનું ખત નથી કરી આપ્યું: ઉતાવળ નહોતી કરવી’.

તે દિવસના છ ટકોરા એના માથા પર છ હથોડા જેવા પડ્યા. તે છ બજ્યે જ્યારે સર્વ મહેતાજીઓને એણે પોતાની બાજુમાં જ ઊભીને નળ