પૃષ્ઠ:Pratimao.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
120
પ્રતિમાઓ
 

ઉપર હાથ-મોં ધોતા દીઠા, ત્યારે એ દરેકને એણે દુશ્મન માન્યો. એ તમામના હાસ્યવિનોદમાં એણે પોતાના ગૃહસંસારની ઠેકડી થતી કલ્પી લીધી. એ બધા જાણે પોતાની થાળીમાંથી રોટલી ઝૂંટવી લેતા હોય એવું એને ભાસ્યું. પોતાની આસપાસ આટલી બધી ભીડાભીડ છે એ ખબર એને તે સંધ્યાએ પહેલવહેલી પડી.

[3]

“આ કબાટની ચાવી કયાં મૂકી છે?” ઘેર આવીને એક દિવસ એણે પત્નીને પૂછ્યું: એ પ્રશ્નમાંથી નવસંસારની મીઠાશ ઊડી ગઈ હતી. સ્ત્રી ચાવી શોધવા લાગી. 'કયાંક ડાબે હાથે મુકાઈ ગઈ છે એટલે સાંભરતું નથી' એવી રમૂજ કરતી એ ખૂણાખાંચરા પર હાથ ફેરવતી હતી. પણ પતિને એવી રમૂજો હવે અણગમતી થતી જતી હતી.

ચાવી શોધીને એણે પતિને આપી. પતિનું મોં ચડેલું ભાળીને પોતે એક બાજુ ઊભી રહી. કબાટ ઉઘાડીને પતિએ સ્ત્રી ઊભેલી તે બાજુનું બારણું જોરથી – દાઝથી ખોલી નાખ્યું. પત્નીના લમણા ઉપર અફળાઈને બારણાએ ઈજા કરી. જાણે પતિએ તમાચો ચોડી દીધો. ખસિયાણી પડીને એ ઊભી રહી.

"આમાંથી પૈસા ક્યાં ગયા?” પતિએ પૂછ્યું. એ તો આપણે તે દિવસે કાપડવાળાને ચૂકવવામાં –"

"મને એ ખબર નથી.”

આ સવાલોમાં પતિનો ઈરાદો સ્ત્રીનું લેશ પણ અપમાન કરવાનો નહોતો. એને પત્ની ઉપર કશો સંદેહ પણ નહોતો. પોતે શું પૂછી રહ્યો છે એનું પણ તેને ભાન નહોતું. અકળામણથી ઠાંસીને ભરેલા એના મગજનો આ કેવળ ઉદ્દેશ હીન પ્રલા૫ જ હતો. જગત પરની ચીડ કાંઈક કોઈકની ઉપર અને કોઈ પણ હિસાબે ઠાલવી નાખવી પડે છે. ઘણાખરા પતિઓને એ કાર્ય સારુ ઘર જેવું કોઈ બીજું અનુકૂળ સ્થળ નથી હોતું અને પરણેલી સ્ત્રી જેવું કોઈ લાયક પાત્ર નથી હોતું.

બાઘા જેવી બનીને ચૂપ ઊભેલી પત્ની આ માણસને વધુ ને વધુ