પૃષ્ઠ:Pratimao.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
128
પ્રતિમાઓ
 


“થયું, તો પછી હવે મારાથી આ ઘરમાં રહી શકાય તેમ નથી. મારા ભાઈઓ મને ને છોકરાને તેડી જવા આવ્યા છે.”

"તમે ત્યાં સુખી થતાં હો તો ખુશીથી જાઓ.”

“ઠીક ત્યારે, આ પેટીની ચાવીઓ.”

"સારું."

“પેલી પેટીના તાળાને ચાવી ચડાવ્યા પછી જરી ખેંચજો. એમ ને એમ ઊઘડશે નહીં.”

“વારુ.”

"અને આ ઘોડા ઉપર મસાલાનાં ડબલાં છે. એમાં ધાણાજીરું નથી રહ્યું.”

"કંઈ નહીં. મને ધાણાજીરાની ગંધ ગમતી પણ નથી.”

"આ પેલો ઘઉંનો લોટ છે, તે આજે તો હું ચાળીને જાઉં છું; પરંતુ ચાર દિવસ પછી તમે ફરી ચાળીને જ વાપરજો. જીવાત પડી જશે.”

“ચાળીને વાપરીશ.”

“ઘઉં બીજા લાવવાના છે.”

“લઈ આવીશ.”

“તમારા ખમીસને થીગડાં બે ચોડી દીધાં છે. બહુ ઝીંકાવીન ન ધોતા.”

“સારું.”

બહાર દરવાજેથી બૂમ પડી: “બહેન, હવે આવતી રહે ને ! ચાલ, મોડું થાય છે.”

“એ... આ આવી ભાઈ !” કહેતી પત્ની બહાર નીકળી, છેલ્લી દ્રષ્ટિ એણે સાત વર્ષના જૂના આ મુસાફરખાના ઉપર ફેરવી લીધી. જયારે ભાઈઓની સાથે એ ચાલવા લાગી ત્યારે ભાઈઓ એકબીજા – કહી રહ્યા હતા કે ‘સાત વર્ષમાં તો બેનનું લોહી પી ગયો અભાગિયો !'

થોડાં પગલાં દૂર ગયા પછી બહેન ઊભી રહી. એણે કહ્યું: “ભાઈ, જરીક ઊભા રહેશો ?”