પૃષ્ઠ:Pratimao.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવન-પ્રદીપ
133
 

ગયો છે.

એણે લટકાતી દશામાં પછવાડે નજર કરી. એ ખીંટી નહોતી, પણ આરસની લાંબી તરવાર હતી. વાત એમ હતી કે વચલી ભવ્ય પ્રતિમાની સન્મુખ સહેજ નીચે બેસણે બીજી જે પ્રતિમા બેઠી હતી, તે હતી સ્વાધીનતાની પ્રતિમા: એક મહાવીર પોતાની ઉઘાડી સમશેર એ મુખ્ય પ્રતિમાની સન્મુખ ધરીને ચૂંટણભર બેઠેલો હતો.

ખળભળી ઊઠેલ લોકસમુદાયને આ બેહૂદું દ્રશ્ય દેખીને તો અપમાનની અવધિ થઈ ગઈ લાગી. લોકોની દશા કેટલી લાઈલાજ હતી ! મુકરર મુહૂર્તના મંગળ ચોઘડિયે ઉદ્‌ઘાટનની ક્રિયા તો રસમ મુજબ ચાલુ જ હતી. ધર્મગુરુઓના પાઠ બોલાયે જતા હતા. તે મુજબ પ્રજાને તો પૂતળાં સામે નમન કર્યે જ જવાં પડતાં હતાં. ને પેલો મુફલિસ પણ સ્વાધીનતાની મૂર્તિની સમશેરમાં ટીંગાતો ટીંગાતો નમન કરી રહ્યો હતો. ક્રિયામાં ભંગ પાડીને કોઈ આ હેવાનને હેઠો ઉતારવા જઈ શકતું નહોતું. સહુનાં મોં ઉપર ગાંભીર્યભર્યો ભક્તિભાવ અને ખિજવાટ એક સામટા તરવરતા હતા.

હદ થઈ ગઈ. મુફલિસ મહામહેનતે એ મહાવીરની સમશેરમાંથી પોતાના લેંઘાને કાઢી લઈ પછવાડે ઊતરી પડ્યો, વાડ્યના સળિયા વટાવી બહાર નીકળી ગયો ને રફુચક્કર થઈ ગયો.

[2]

રાજમાર્ગોની પગથી ઉપર આંટા મારીમારીને એ દહાડા વિતાવતો હતો. હાથમાં એક જ્યેષ્ટિકા રાખતો. લાકડીનો ટેકો દઈને એ વારેવારે ઊભો રહેતો. ઘણી વાર દૂરથી અનેક વટેમાર્ગુઓ એને પોતાને સલામ કરતા હોય એવો ભાસ એને થયા કરતો. વસ્તુતઃ એ સલામો કરનારાં ને ઝીલનારાં મનુષ્યો બીજાં જ હતાં. પણ તેઓનો દોષ એ હતો કે તેઓ બહુ બહુ દૂરથી સલામો લેતાં-દેતાં. ખાસ કરીને વધુ રમૂજ તો એ થતી કે રસ્તાની એક બાજુએ ચાલી જતી નવયૌવનાઓ સામી પગથી પર પસાર થતા પોતાના કોઈ પ્રેમિકોને દેખી મોં મલકાવતી. આ રખડુ માણસ એ મોં મલકાટને પોતાના કરી સ્વીકારી લેતો. સામે પોતે પણ વેવલું સ્મિત ઉછાળતો. પણ