પૃષ્ઠ:Pratimao.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવનપ્રદીપ
135
 

તો યે છોકરીની ઉઘાડી આંખો અનિમેષ તાકી રહી છે. છોકરીના હાથમાં એક ગુલાબ છે. એના મોં ઉપર ફૂલ વેચાવાની આશા છે. સહેજ મલકાટ મારતા એ ચહેરામાં એકાદ પૈસાની ઓશિયાળ છે. મશ્કરીનું કોઈ ચિહ્ન, નથી.

મુફલિસને કૌતુક થયું. એ નજીક આવ્યો. માલણે ફરીથી પૂછ્યું: “એક ગુલાબ લેશો, રૂડા શેઠજી!”

આંખોનું મટકું માર્યા વગર સામે ને સામે એ નિહાળી રહી છે. પણ જાણે કે એ તાકી રહી છે મુફલિસના પગના ધબકારા ઉપર – ચહેરા પર નહીં. એની આંખોના ડોળા ફરતા નથી.

મુફલિસને બહુ વારે સમજ પડીઃ માલણ આંધળી છે. આજ જીવનમાં પહેલી જ વાર મુફલિસે પોતાના પ્રત્યે એક અણભંગ સ્મિત નિહાળ્યું. પહેલી જ વાર એ 'શેઠજી' બન્યો. ગુલાબનું ફૂલ એણે પહેલી જ વાર પોતાના તરફ રજૂ થતું દીઠું. પહેલી વાર એણે એક એવી સૃષ્ટિમાં પ્રવેશ કર્યો કે જ્યાં બાહ્યલા લેબાસના ભેદાભેદ વગર, સુંદર- અસુંદર ચહેરાના વિવેકથી રહિત, મીઠી સમાનતાનો સૂર ઊઠે છે કે 'ફૂલ લેશો, શેઠજી ?'

મુફલિસે પોતાનું ગજવું તપાસ્યું. અંદરથી એક પાવલી નીકળી. પાવલી એણે ચૂપચાપ માલણની હથેળીમાં મૂકી અને માલણના હાથમાંનું ગુલાબ ઉપાડી લીધું.

હસતી માલણે પ્રભાતના પ્રથમ વેચાણનું આ ધન પોતાની આંખો સાથે ચાંપ્યું. અને કહ્યું, 'જરા ઊભા રહેશો? હમણાં બીજું ઘરાક આવે એટલે છૂટા કરાવીને પંદર પૈસા પાછા આપું. આજ પે'લી બોણી તમારી થઈ ખરી ને, એટલે મારી કને પરચૂરણ આવ્યું નથી હજી'.

'પે'લી બોણી એ શબ્દ મુફલિસના કાનમાં કોઈ મીઠી રાગિણી સમો પડ્યો. થોડી વાર એ થંભી ગયો. આંધળી માલણ હજુ પાવલી હાથમાં રાખીને જ બેઠી છે. મુફલિસ પોતાના ગુલાબને નાક વડે જાણે ખાઈ જવા ચાહતો હોય તેટલા જોસથી સૂંઘે છે. આંધળી બોલીઃ “તમને ખોટીપો