પૃષ્ઠ:Pratimao.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવન-પ્રદીપ
137
 

નિસ્તેજ બળતા દીવા નજીક એણે ડૂબી મરવાની તૈયારી કરી. નરી દોલત મનુષ્યને જીવન જીવવા દેવા માટે બસ નથી થતી. જીવન તો માગે છે સંસારની સુંવાળી સ્નેહગાંઠો, અથવા તો એને જોઈએ છે. કોઈક એકાદ ધૂન, લગની, મસ્તી, આમાંના તમામ વિસામાથી રહિત આ ધનપતિને દારૂના નશાએ નદીનાં પાણીમાં પધરાવી દીધો.

આપણા મુફલિસનું રોજિંદું હવાખાનું અહીં જ હતું. અહીં પડેલા એક ભાંગલા બાંકડા ઉપર એ આસાએશ લેતો, ને અહીં થતી આત્મહત્યાઓનાં સંભારણાં એને મજા આપતાં. ઉપલી દુનિયામાં સહુકોઈનો સતાવ્યો એ અહીં આવી બેસતો. કેમકે ગળાકાપુઓ પણ આ સ્થળથી થરથરીને એની એકાંતને ભાંગવા ઢૂકતા નહોતા.

પોતાના નિત્યના આરામસ્થાનમાં પ્રવેશતાં એણે જ્યારે આ ધબાકો સાંભળ્યો ને એક જીવતા જણને ડૂબતો દેખ્યો, ત્યારે એને ખૂબ માઠું લાગ્યું.પછવાડે કૂદી પડીને એણે એ ડૂબતાને બહાર કાઢ્યો. દુભાઈને કહ્યું: “ભલા આદમી, બીજે કયાંય નહીં ને અહીં તને જળસમાધિ લેવાનું સૂઝ્યું ! અહીં તને કોણે ઠેકાણું બતાવ્યું? કોઈક માણસને નિરાંતે સૂવા પણ ન દ્યો તમે? તમે તે કેવાં લોકો છો?

“નહીં બસ મને મરવા દે. મારે મરવું છે. તું ન અટકાવ.” શ્રીમંત એના હાથમાંથી છૂટવા પછાડા માર્યા.

“ભાઈ, તારે મરવું હોય તો તે સારી વાત છે. મને વાંધો નથી. પણ અહીં મારી સૂવાબેસવાની જગ્યાએ નહીં. અને પછી નિરાંતે ઊંઘ ન આવે, તારું મૂડદું અહીં પડ્યું હોય એટલે પોલીસ પણ મને સતાવે. માટે અહીં તો તને નહીં મરવા દઉં.”

તે દિવસે એને પહેલી જ વાર એક બીજો સંતોષ થયો કે પોતે એક માનવીને આપઘાતના પાપ ઉપર ઉપદેશ આપી શક્યો છે. ધનવાનને પણ આજે પહેલી જ વાર પ્રતીતિ થઈ કે પોતાની ઈસ્કામત ઉપર ટાંપીને બેઠેલ પિત્રાઈઓ, સગાંસંબંધીઓ અને ધૂર્તોની સૃષ્ટિ વચ્ચે એક એવો માનવી છે કે જે એને જીવવાનું કહે છે. શરાબના નશામાં આવી દોસ્તીની ઊર્મિ