પૃષ્ઠ:Pratimao.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવન-પ્રદીપ
139
 


'બેશક, બેશક દિલજાની ! ફૂલો લઈ આવ, દિલજાની ! આ લે, આ લે ! કેટલા ?” દસ રૂપિયાની નોટ મુફલિસના હાથમાં પડી.

એ બહાર દોડ્યો. ફૂલવાળીની બન્ને ગેંદો તેણે ઉઠાવી લીધી. આંધળી ભયભીત બની. આવું સામટું ઘરાક કદી મળ્યું નહોતું. ત્યાં તો એના હાથમાં નોટનો કાગળિયો સરક્યો. મુફલિસે કહ્યું: “લે આ દસ રૂપિયાની નોટ.”

"ઓહો, પણ હું આટલા બધાના છૂટા ક્યાં કરાવું, શેઠજી?”

"છૂટા નથી કરવાના. લઈ જા દસેદસ.”

“દસ રૂપિયા?”

“મૂંગી મર, મારે શી કમીના છે રૂપિયાની કહું છું કે લઈ જા.”

આંધળી ઊભી થઈ રહી. એના મોં ઉપર કરુણતાની પુનિત નિતાર પથરાઈ ગયો.

“તારે હવે ઘેર જવું છે ને?” મુફલિસને પોતાની શેઠાઈ સ્થાપિત કરવાનો વિચાર આવ્યો. “ઊભી રહે, હું તને મારી 'કાર'માં બેસાડીને તારા ઘર પર છોડી દઉં.”

એટલું કહેતો એ દોડ્યો, ને ધનપતિ દોસ્તના દ્વાર પર ઘરના મહેતાને એ ફ્લોની ગેંદ સોંપી, બહાર ઊભેલી મોટરમાં આંધળી માલણને ઊંચકી લીધી, મોટર દોડાવી મૂકી.

હેબત પામી ગયેલી માલણનું મોં સિવાઈ ગયું હતું. આખી વાટમાં એનાથી કશું બોલી ન શકાયું.

એક કંગાલ લત્તામાં એનું કાતરિયું હતું. ઉતારી વિદાય લેતાં લેતાં. માલણને એણે પૂછ્યું: “તને ઘેર પાછો ક્યારે મળવા આવું?”

“તમારી મરજી થાય ત્યારે.”

મોટર લઈને એ જ્યારે પાછો દોસ્તને ઘેર પહોંચ્યો ત્યારે એને અંદર પ્રવેશ કરવાની રજા ન મળી. બંગલાના નોકરે એને સંભળાવ્યું કે “શેઠજી કહે છે તને એ ઓળખતા જ નથી. શેઠજીને દારૂ ઊતરી ગયો છે.”

“પણ આ મોટર –"

“હા, એ મોટર મૂકીને તું તારે રસ્તે પડ. નહીં તો પોલીસને સ્વાધીન