પૃષ્ઠ:Pratimao.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવન-પ્રદીપ
141
 

સૂતી હતી. તાવમાં લોચતી હતી. ઘેનમાં ને ઘેનમાં એનો એક બોલ સંભળાતો હતો: 'શેઠજી ! શેઠજી !'

મુફલિસ જ્યાં ઊભો હતો ત્યાં પોતાનું સમતોલપણું ન સાચવી શકયો. એઠવાડની કોઠી ગબડી પડી. પોતે પલળ્યો. ભોંયતળિયાની નીચે પણ બીજાં ઘર હતાં, તેમાંના એક ઘરમાં બધો એઠવાડ રેડાયો. એટલે એ ભૂગર્ભના એક વાસીએ બહાર નીકળીને એને ગાળો દીધી.

પણ એ બધું તો એણે એક ફિલસૂફને છાજતી ખામોશીથી સહી લીધું ફરીથી પાછો એ કોઠી પર ચડી મેડાની બારીએ ટીંગાયો. આંધળીની પથારી પરથી ચાલ્યા જતા દાક્તરના છેલ્લા બોલ એણે પકડી લીધા: 'સંભાળ રાખજો. દવાદારૂ ને શેક બરાબર કરજો. કેસ ગંભીર છે.'

એંશી વર્ષની એક ઘરડી ડોશી દાક્તરના આ બોલ સામે બાઘી બનીને ઊભી થઈ રહી હતી. ત્યાં બીજું કોઈ નહોતું. તાવના પૂરા ઘેનમાં પડેલી કન્યા લોચતી હતીઃ “શેઠજી ! શેઠજી ! શેઠજી ! ગુલાબ લ્યો.”

આંધળીની સૃષ્ટિમાં મનુષ્યોના બે જ વર્ગો હતા શું? – એક પોતેઃ અને બાકીના તમામ શેઠજી !

મુફલિસ ઊતરીને ચાલ્યો ગયો. હું એનો શેઠજી છું એ ખુમારી એના હૃદયમાં ફાટી ઊઠી. એણે રઝળુ જીવન છોડી દીધું. શહેરની મ્યુનિસિપાલિટીમાં એણે ઝાડુવાળાની નોકરી લીધી. કચરાની હાથગાડી ફેરવતો એ આખો દિવસ રસ્તા પરની ઘોડાંગધેડાંની લાદ, કૂતરાંની ઊલટી, ફૂટેલાં ઇંડાં, કેળાંની છાલ, બીડીનાં ખોખાં, ને ઝરૂખાવાસીઓનાં ખાધેલાં. ફળોની ફોતરીઓ ઉસરડતો હતો. એ મજૂરીના પૈસા રોજ આંધળીને ઘેર પહોંચતા.

થોડે દિવસે આંધળીને આરામ આવ્યો, પણ નબળાઈ હજુ ઘણી હતી. દાદીમાં હવે એને મૂકીને ફૂલ વેચવા જઈ શકતાં હતાં. અને રોજ સંધ્યાએ દાદીમાના ગયા પછી જ મુફલિસભાઈ છાનાછપના મેડા પર પેસતા. આંધળી પુત્રીનો જીવનાધાર શેઠજી આ દાદીમાની નજરે કદી ચડ્યો નહોતો દાદી અને દીકરી બેઉના કલ્પના-જગતમાં જ એની આકૃતિ અંકાઈ