પૃષ્ઠ:Pratimao.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
142
પ્રતિમાઓ
 

રહી હતી, કોઈ પરીકથા માંહેલા વર કુમારની પેઠે, અંધારભુવનના રાજેન્દ્રની માફક, જાણે કે એનું રહસ્યાગમન થતું હશે, અરુણવરણું કોઈ પારિજાતક લઈને એ જાણે પોતાના રથમાંથી ઊતરતો હશે, અને અંધ પુત્રીને સૃષ્ટિના અપરંપારનું અદ્ભુત વહાલ કરતો હશે ! એનું નામ-ઠામાં ઠેકાણું એ જાણીબૂજીને જ જણાવતો નહીં હોય. આવી આવી કોઈ પુરાતન પરીવાર્તાને પોતાના ઘરમાં ભજવાતી સમજીને હર્ષઘેલડાં બનતાં દાદીમાં ફૂલો વેચવા ચાલ્યાં જતાં, ને એક દિવસ પુત્રીનો આ તારણહાર રહસ્યપટને ચીરી નાખી પોતાની આંખો સામે ઊભો રહેશે એવી આશાએ જીવન ટકાવતાં.

“દાદીમા !” આંધળીએ પોતાને ચૂમતી ડોશીના ગાલ પર હાથ પસારતાં ચમકીને પૂછ્યુંઃ “કેમ તમારા ગાલ ભીના છે?”

"કંઈ નહીં, બેટા, એ તો મને પરસેવો થયો છે.”

એમ કહી એક સંધ્યાએ ડોશીએ છાબડી ઉપાડી. બહાર નીકળીને એણે બાકીનું રુદન પૂરું કર્યું.

આંધળીનો દુર્બલ દેહ બેઠો છે. એકલો, એનાં પગલાંના ધ્વનિ પર કાન માંડીને, એના હાથના સુખ-સ્પર્શની આશાએ ભર્યો. ઓહોહો ! આંધળીના જગતમાં શી સુંદરતા ખડી થઈ હતી ! કેટલી ભવ્ય આત્મવંચના !

રોજની પેઠે, દિવસ બધાના ઝાડુકામની દુર્ગંધને હાથ-મોં પરથી ધોઈ નાખી, મ્યુનિસિપાલિટીનાં કપડાંને બદલે પોતાના જૂના ગાભા પહેરી 'શેઠજી' આવ્યો. રોજની પેઠે આજે પણ ભેટ લાવ્યો હતો. ફાટેલી કોથળીમાંથી એણે. એક મોસંબી, એક સફરજન, એક કાકડી ને એક માછલી બહાર કાઢ્યાં.

"જો ! આ સફરજન મારા પોતાના જ બાગમાં પાકેલું.”

એમ કહીને એણે આંધળીનો હાથ લઈ ફળ ઉપર ફેરવ્યો. પૂછ્યું, "કેમ, કેવું સરસ ?”

"બહુ સરસ, આવું લીસું, સુંવાળું ને મીઠું સફરજન તમારા બાગમાં થાય છે?” જાણે આંધળીની આંગળીઓ ફળને ચાખતી હતી.

ન થાય ત્યારે ? કેટલાં ખાતર પુરાવેલ છે મેં ! મને વેચાઉ ફળ ખાવાં