પૃષ્ઠ:Pratimao.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવન-પ્રદીપ
143
 

ગમે જ નહીં ને!” શબ્દ શબ્દ શેઠજીની સાહેબી ગુંજી ઊઠી.

"ને જો આ કાકડી, આ મોસંબી, બધાં જ મારી વાડીનાં.” પ્રત્યેક ફળ ઉપર આંધળીના હાથ ફરી ચૂક્યા.

"ને જો આ મચ્છી ! મારા પોતાના જ તળાવમાંથી મારી બંદૂક વડે જ મેં શિકાર કર્યો. મારા જેવી નિશાનબાજી અમારા આખા ગામમાં કોઈને ન આવડે.”

"ઓહોહો !" આંધળીની કલ્પનાભોમમાં હવે તો તસુ પણ ખાલી. જગ્યા નહોતી રહી. હવે તો જાણે વધુ કંઈ સાંભળતાં કલ્પનામાં ચિરાડ પડી જશે !

મમતા અને અહેસાનમંદી બતાવવાનું શ્રેષ્ઠ સાધન બે આંખો જ છે. પણ આંખની વાણી જેની પાસે નથી તે શું કરે? જીભ વાપરે ? ના, ના, જીભનું ઉચ્ચારણ કનિષ્ઠ છે. આંધળીએ જીભવાચા છોડી હતી. ફક્ત એના હાથ જ આ તારણહારના હાથ ઉપર ફરતા હતા. હથેળીમાં જાણે એને આંખો ઊઘડતી હતી.

“આ તારા નામનો કાગળ અહીં પડ્યો છે." મુફલિસે ત્યાં પડેલું એક કવર ઊંચક્યું.

"દાદીમાએ તો મને કંઈ કહ્યું નહીં. કોનો છે કાગળ? વાંચો જોઉં!” મુફલિસે માંડ માંડ શબ્દો બેસાર્યા; લખ્યું હતું:

“મેડા નં...ની ભાડૂત બાઈ ! ત્રણ મહિનાનું ચડત ભાડું આજ સાંજ સુધી તો નહીં ચૂકવી જાઓ, તો કાલે સવારે મેડો ખાલી કરાવવામાં આવશે.”

આંધળી સમજી, ઘરધણીની એ નોટિસ હતી. પોતાની લાંબી માંદગીને કારણે મેડાનું ભાડું ચડ્યું હતું. 'શેઠજી'ના મોકલ્યા પૈસા તો દવામાં જ ગયા હતા. દાદીમાને ફૂલની ખપત કરતાં આવડતું નહોતું. દાદીમાના ભીના ગાલની સમસ્યા સમજાઈ ગઈ.

આંધળીનાં નેત્રોમાંથી ધાર વહેતી હતી. આંખોમાંથી દ્રષ્ટિ ઓલવાય છે, પણ પાણી કેમ નથી સુકાતાં? અંધાપો આપનાર દેવ બહુ ક્રુર મશ્કરી