પૃષ્ઠ:Pratimao.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
146
પ્રતિમાઓ
 


ઘેર જઈને ફરી વાર શ્રીમંતે સુરા ચડાવી. મુફલિસે પોતાના દુઃખની વાત કહી. આંધળી માટે એણે ભાડાની રકમ માગી.

“પણ ત્યારે તું કેમ માગતો નથી? કેટલા જોઈએ? બોલ, બોલ, આ. લે, આ એક-બે-ત્રણ –” દારૂ ચડ્યો હતો.

સો સો રૂપિયાની દસ નોટો એણે ગણી આપી. લઈને મુફલિસ નાઠો. નોકરો એની પૂંઠે પડ્યા. પોલીસને જાણ કરી. દરમિયાન મુફલિસ ભાઈ આંધળીને મેડે ચડી ગયા હતા.

"જલદી હાથ ધર.” આંધળીની હથેળીમાં એણે એક પછી એક નવ નોટો ગણી લીધી. “આમાંથી રૂ. 50 ભાડાના, ને બાકીના રૂ. 850 પેલા દાક્તર કને જઈ આંખો સુધરાવવાના.”

આંધળીના મોંમાં ઉચ્ચાર નહોતો. દેખતી દુનિયામાં, પોતાના અંધારજગતને ઊંબરે આ શું કૌતુક બની રહ્યું છે! આભી બનીને એ બેઠી રહી. નોટોનાં કાગળિયાં હજુ એણે ઝાલ્યાં નહોતાં.

“કેમ? કંઈ ઓછું પડે છે? લુચ્ચી જાણી ગઈ કે? કેમ કરીને જોઈ ગઈ તું?”

એક નોટનો કટકો એણે પોતાના ઉપયોગ માટે ખિસ્સામાં સરકાવ્યો હતો. તે એણે બહાર કાઢ્યો અને આંધળીની હથેળીમાં મૂકી દીધો: “આ લે, હવે તો મેં કશુંજ છુપાવ્યું નથી હો ! તારી આંધળી આંખો પણ કટારી જેવી છે, ખરું ને? કોઈકના ગજવામાં, છેક કલેજા સુધી પેસી જાય છે, ખરું કે? બહુ દુત્તી છે ! આંધળાં બધાં ભારી કાબેલ હોય. ખરું કે?”

આંધળીએ આ બધા પ્રલાપનો જવાબ આપવા સારુ પોતાનો હાથ “શેઠજીના હાથ પર ફેરવવા લંબાવ્યો, અહીં તહીં બધે જ આંગળાં પસારી વળી. પણ ત્યાં કોઈ નહોતું. 'શેઠજી’ તો અહેસાનમંદીનો એક સુખસ્પર્શ પામવા પણ નહોતો રોકાયો.

હજાર રૂપિયાની નોટો ઉપર આંસુનાં ટીપાં ટપ ટપ અવાજ કરતાં હતાં. પાછળ છુપાઈને ઊભો હશે, ટગાવતો હશે, એવી ભ્રમણાથી આંધળીનો હાથ પછવાડે પણ વીંઝાતો હતો. હવામાં જ એને અફળાવું રહ્યું