પૃષ્ઠ:Pratimao.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મવાલી
153
 


શહીદની તસવીરો લેતા લેતા અનેક કૅમેરાની ચાંપો ખખડી રહી. અનેક સોનેરી પોથીઓનાં પાનાં 'શહીદ'ના હસ્તાક્ષરો ઝીલવા માટે એની સન્મુખ ખુલ્લાં થયાં. છાપાંવાળાની ફાઉન્ટન-પેનો એના સંદેશા લેવા તલપી રહી.

શહીદ એ સહુને સંતોષવા યત્ન કરતો હતો. વારંવાર સલામો ઝીલવા માટે ઊંચો થતો એનો હાથ, પોતાની સાથે હાથકડીની અંદર જકડાયેલા પેલા પોલીસના હાથને પણ પરાણે ઊંચો કરતો હતો.

જેલના દરવાજાએ જડબાં ફાડ્યાં. 'કોમની જ્ય ! કોમની જય !' બોલતો કેદી અંદર ચાલ્યો.

'ફિકર ન કરજે' એ શબ્દો સાથે શાહુકાર અગ્રેસરે એની સામે આંખમિચકારા કર્યા.

"મારી-મારી-મારી ઓરતને સમાલજો!” કેદીએ લહેરથી હાથની ઇશારત કરી પીઠ ફેરવી દમામભેર એ અંદરના બીજા ફાટકમાં દાખલ થયો. ફાટક બિડાયું. હજુ એને કાને 'શહીદ ! શહીદ ! શહીદ !' એ ઘોષ ગુંજતા હતા.

*

“સાહેબજી, વૉર્ડન સાબ, સાહેબજી !” કહેતો એ શ્રીમંત આગેવાન જેલ-ઉપરીની ઑફિસમાં પેઠો. ઉપરીએ સહેજ સ્મિત કરીને એની સાથે હાથ મિલાવ્યા. ખાસ કંઈ ગાઢ પરિચય ન બતાવ્યો.

“કેમ, છો તો મજામાં ને? હવે તો આપણી કોમનું જૂથ ધારાસભામાં જોર પર આવી ગયું છે, યાર ! અમારા મિ.... વગેરેએ જેલના કારોબારની ખૂબ તરફદારી કરવા માંડી છે; છાપાં વાંચો છો ને?”

“ના જી, હું બહુ વાંચતો નથી. વારુ, બીજું કંઈ ?" જેલના વૉર્ડને ટૂંકામાં પતાવવા માગ્યું.

“ના, ખાસ તો કંઈ નહીં, હું તો આપણા એક બિરાદરને અહીં સુધી વળાવવા આવ્યો હતો. આ હમણાં તમે જોયો ને વાવટા સરઘસ વગેરે દબદબો? એ આપણી કોમી શહીદ છે. બડો નામાંકિત જુવાન છે. સામા