પૃષ્ઠ:Pratimao.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મવાલી
163
 
[6]

સંધ્યાના છેલ્લા ડંકા સેંટ્રલ જેલના મિનારા ઉપરથી પોકાર પાડી ચૂક્યા. નવસો નવાણું કાળા ઓળાયા અને ઉજ્જવળ ચગદાં સંધ્યાકાળની સુાસવાટીમાં કાંપતાં કાંપતાં એ કાળી દીવાલોમાં પાછાં સમાયાં. માનવજીવનનાં વીસ હજાર વર્ષોએ ફરી વાર પથારી પાથરી. એક કોટડી ખાલી રહી.

મિનારા ઉપર ચડીને વૉર્ડન જોતો હતો. સ્ટેશન પર ઊભી રહેતી એક પછી એક ટ્રેન એની આશાને ચગદતી ચાલી નીકળતી હતી. 'બચ્ચો' હજુ આવ્યો નહોતો.

'સા'બ, ટેલિફોન.” સિપાહીએ આવી ખબર દીધા. વૉર્ડન ટેલિફોન પર ગયો.

“હલો ! હલો ! વૉર્ડન ?"

“જી હા. આપ કોણ ?”

“હું કમિશનર.”

“ફરમાવો.”

“તમારે ત્યાંનો ...નો કેદી, નામે ... આજે હાજર છે ?” વૉર્ડનથી જવાબ અપાયો નહીં. સામેથી શબ્દો આવ્યા: “એ ભયંકર કેદીએ આજે શહેરમાં આવીને એક આબરૂદાર શહેરીનું ખૂન કર્યું છે."

વૉર્ડનના મોં પરથી લોહી શોષાઈ ગયું.

સામા શબ્દો પછડાયાઃ “તમારી રહેમિયત ઠીક પરિણામો લાવી રહી છે !” સખત પછડાટ સાથે ટેલિફોન બંધ થયો.

વૉર્ડન મકાન પર ગયો. ઘરના ઓરડામાં ટેલવા માંડ્યું. આજે એ બાળબચ્ચાં જોડે રમતો નથી. વારંવાર બેસે છે ને ઊભો થાય છે.

પત્ની પૂછે છેઃ “શું છે ? કંઈ છે ?”

“ના રે ના, કશું નથી.”

સાંજનાં છાપાં લઈને સિપાહી આવ્યો. દરેક છાપાના પહેલા પાના પર સેંટ્રલ જેલના વૉર્ડનની કેદીઓ પ્રત્યેની રહેમિયતભરી નીતિ ઉપર પ્રહારો