પૃષ્ઠ:Pratimao.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
164
પ્રતિમાઓ
 

હતા. શહેરના નામાંકિત નાગરિકના ખૂનની જવાબદારી એના શિર પર મુકાયેલી હતી. છાપાંમાં કાર્ટુનો પણ ચીતરાયાં હતાં. બેવકૂફ બાપ પોતાનાં બચ્ચાંને કહેતો હતો: ‘છોકરાંઓ, જાઓ, ડાહ્યાડમરાં થઈને પાછાં સાંજે આવી જજો હો !' 'છોકરાં એકબીજાંને આંખમિચકારા કરીને પછી જવાબ દેતાં હતાં: ‘હો બાપા ! હો !'

લગભગ અધરાત થવા આવી હતી. 'બચ્ચા'નો પત્તો નહોતો. વૉર્ડને ટેબલ પર બેસીને પોતાનું રાજીનામું લખ્યું. નીચે સહી મૂકવા જાય છે ત્યાં જ દ્વાર ઊઘડ્યું. વૉર્ડનના મોં પર દીપ્તિ તરવરીઃ “આવી પહોંચ્યો, બચ્ચા ?"

"મેં તો આપને કહ્યું હતું કે ફાંસીને દોરડે લટકવાનું હશે તો પણ આવીશ. આવ્યો છું પણ એવું જ મોત શિર પર લઈને”

“સાચી વાત?” વૉર્ડને ભયભીત થઈને પૂછ્યું.

“સાચી વાત. વૉર્ડનસા'બ ! મારી સબૂરી ન રહી શકી. પણ મારે બદલે પથ્થર હોત તો તે પણ ફાટીને ત્યાં ટુકડા થઈ ગયો હોત. હું સમજતો હતો. હું અહીંથી નીકળ્યો ત્યારે જ તારીખિયા પર મેં જોયું હતું, કે આજ મારો વેરી શનિવાર છે. બદબખ્ત શનિવારે જ આ દશા કરી. હું જન્મ્યો જ છું શનિવારે ખરો ને!”

'બચ્ચા'ના આ બાલિશ વહેમીપણા ઉપર વોર્ડન નિહાળી રહ્યો.

[7]

એક નામાંકિત રાજદ્વારી અગ્રેસરનું કરપીણ ખૂન કરવા બદલ વૉર્ડનના લાડકવાયા કેદીને ફાંસીની સજા મળી. કેદીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો. બીજા કોઈ પુરાવાની જરૂર નહોતી. એ નામાંકિત અગ્રેસર બીજો કોઈ નહીં પણ કેદીને પ્રથમ દિવસે જેલ પર મૂકવા અને વૉર્ડનને રુશવત આપવા આવનાર 'શેઠજી' જ હતો. પોતાની ગેરહાજરીમાં પોતાની ઓરતની વધુ પડતી સંભાળ રાખનાર એ પરગજુ મિત્રનું જ પોતાના જ ઘરમાં મવાલીએ ખૂન કર્યું હતું. ખૂનીના નામ પર લોકો થૂંકતા હતા. સહુ એમ સમજતા હતા કે મવાલીએ એ નામાંકિત નગરજનની કનેથી દબડાવીને