પૃષ્ઠ:Pratimao.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જનેતાનું પાપ
7
 


એટલું કહી એ વૃદ્ધને ચિત્રની ભેટ કરી, એ નીકળી ગઈ.

એ કોડ લગ્નજીવન માણવાના નહોતા. જે જુવાની એના દેહ ઉપર હિલોળતી હતી, તે એના હૈયામાં તો નહોતી જ રહી. એ તો શોધતી હતી ફક્ત એક આશરાસ્થાનઃ આબરૂભર્યું અને અનામતઃ જ્યાં એનું બાળક જીવી શકે, ઊઝરી શકે.

એવા એક આબરૂદાર ખેડુ મૂરતિયાને ઘેરે એને એનો પિતા તેડી ગયો. પરંતુ એ ઘાસ અને ઢેફાંમાં અવતાર વિતાવતા ખેડૂતને પણ પોતાની પ્રતિષ્ઠા હતી. એણે પહેલી જ શરત મૂકી કે ‘તમારી છોકરી એકલી જ આવે. એના પેટનું એ પાપ – એ છોકરું – હું મારા ઘરમાં નહીં સંઘરું.’

બાપે દીકરીની સામે જોયું: “સમજી કે? તારા એ પાપને સંઘરીને કોઈ પોતાનું કુળ બોળાવવા તૈયાર નથી.”

“મારું પાપ: હા, મારું પાપ” છોકરીએ જવાબ દીધો: “મારું એ પાપ તો મારા કાળજાની કોર માથે રહેશે.”

"આ તારો છેવટનો નિશ્ચય છે કે?” બાપે ભવાં ચડાવીને પૂછ્યું. દીકરીએ માથું ધુણાવ્યું.

“બસ ત્યારે.” ખેડૂતે રૂખસદ સંભળાવી: “પતી ગઈ વાત. હું હાથ ધોઈ નાખું છું. ને હું પણ તને આજથી મૂએલી લેખીશ.” કહીને બાપ રવાના થયો.

ખેડુઘરનાં દૂઝણાં દોવાનાં સ્વપ્ન ઘડતી સ્ત્રી પોતાની કલ્પનાનાં દૂધદોણાં ત્યાં ને ત્યાં પછાડીને ચાલી ગઈ.

ક્યાં ?

ત્યાં – જિંદગીની રેલમછેલ મોહમજાહમાં રમાડવાનું વચન આપનાર એ બુઢ્ઢાને ઘેર, ત્યાં એની રખાત થઈને પોતે રહી. મોતીજડ્યો કુંડળ, હીરાના હાર, બંગડી, બાજુબંધ અને દેહની નગ્નતાને બહલાવવા સારુ પહેરાતાં વસ્ત્રો વડે એણે આ બુઢ્ઢાની વિલાસ-દુનિયામાં પોતાનું ભર્યુંભર્યું લાવણ્ય છંટકોરી દીધું. બુઢ્ઢો આશક એને જે પૈસા આપે છે, તેના વેચાતા લીધેલા દૂધ ઉપર એ પોતાના પાપને પોષાવે છેઃ નગરથી દૂર દૂરના એક