પૃષ્ઠ:Pratimao.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જનેતાનું પાપ
9
 


ઓ મા ! એ વીંટી નાખ. હું ડૂબું છું.' માએ વીંટી કાઢી આપી. વીંટી લઈને દાઈ વટાવવા ચાલી ગઈ.

અને બુઢ્ઢાએ તે દિવસ સાંજે કોઈ અનેરા ઉલ્લાસભેર આવીને માશૂક પાસે યાચના કરી: “મારી સાથે શાદી કરીશ તું ?”

“કબૂલ કબૂલ, પ્યારા !" માનું હૃદય પ્રકાશી ઊઠ્યું: પોતાનું ફરજંદ હવે હમેશાંને માટે સંકટમુક્ત બનશે એવી છૂપી આશા એના દિલમાં ચેતાઈ ગઈ.

"સાચે જ ? વાહ, લે ત્યારે તો આ આપણી પહેલી રાતની લગ્નભેટ.” એમ કહીને આશકે મોટા મોટા પારાનો એક નવલખો હાર એના કંઠમાં રોપી દીધો.

તે રાત્રિએ લગ્નવિધિ પૂરી કરીને જે વેળા આ જુગલ પોતાની રંગીલી દુનિયા વચ્ચે મહેફિલનાં નાચગાણાં અને ખાણાંપીણાં નિહાળતું બેઠું હતું. ત્યારે એકાએક બારણું ઊઘડ્યું. હથિયારબંધ પોલીસ-ટુકડી હાજર થઈ, અને નગરના એ શિરોમણિ ઉઠાઉગીરને જાહેર કર્યું: “તું ને તારી આ રાંડ, બેઉને અમે કેદ કરીએ છીએ. આ રહ્યો એ ચોરીનો માલઃ આ રાંડના ગળામાં.”

તે ક્ષણે સ્ત્રીને ભાન થયું કે પોતે શહેરના એક નામચીન મવાલીની પત્ની બની છે, ને પોતાના અંગ પરના તમામ દરદાગીના ચોરાઉ છે.

“તમે ! તમે ! તમે કોણ ?” સ્ત્રી ચીસ પાડી ઊઠી.

“મેં તને આપેલું મારું નામ ખોટું હતું. પોલીસ સાચું કહે છે.”

“ઓહ ઓહ ! તમે મને શા સારુ સાચું નામ ન કહ્યું ? એથી મારા હૃદયમાં લગીરે ફેર ન પડત.” કહેતી બાઈ ભાંગી પડી.

નગરનો માતબર મવાલી આખરની ઘડીમાં ભવ્ય બન્યો. એણે પોલીસોને કહ્યું: “હું ઈશ્વરની સાખે કહું છું, મારા કોઈ પણ ગુનામાં આ સ્ત્રી શામિલ નથી. એને છોડો.”

“એ બચાવ અદાલતમાં કરજો.” કહીને પોલીસે બેઉને ઉઠાવ્યાં.મવાલી ભવ્યતાનું એક પગથિયું આગળ ચડ્યોઃ “એને જરા આગળ લઈ