પૃષ્ઠ:Pratimao.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
17
જનેતાનું પાપ
 

અને ભયાનક મોતને હાથતનું છેટું હતું. એની લાશ સુધ્ધાં હાથ ન આવવા દ્યે એવી ટોળી એનો પીછો લઈ રહી હતી.

એક અંધાર-ગલીના ખૂણામાં બેસીને માએ જ્યારે ફફડતે હૈયે એ નોટો ગણી, ત્યારે એની ઊંડી ગયેલી આંખોમાં સંતોષની ઝલક ઝલકી ઊઠી. જાણે કોઈ હિંસક જાનવર લપાઈને બેઠું બેઠું ભૂખ્યાં બચ્ચાં માટે ભીષણ યુદ્ધ કરીને આણેલા શિકાર ઉપર આંખો તગતગાવતું હતું.

બીજે દિવસે જ્યારે ઘક્તરે આવીને એ થોકડો પુત્રના હાથમાં મૂક્યો, ત્યારે પુત્ર એટલું જ બોલ્યો: “ઓહો! આજ આ ખરચી ન મળી હોત તો મારી આખી કારકિર્દી પર પાણી ફરી વળત.”

[7]

કમ્મરેથી ભાંગી ગયેલી, વાંકી વળેલી, ડગુમગુ ચાલતી એક ડોશી એક સંધ્યાએ વનિતા-વિશ્રામને દ્વારે આવી ઊભી રહી. કાળાં વસ્ત્રોમાં એ પોતાનું શરીર સંકોડતી હતી – હાડકાં અને ચામડીના માળખાને જો શરીર કહી શકાય તો એ શરીર હતું. એના માથા પરથી વાળ ખરી ગયા હતા. એના મોં પર કોઈ પાગલીના જેવું હાસ્ય હતું.

“તારે આંહીં દાખલ થવું છે, ડોશી” વનિતા-વિશ્રામની ઉપરી બાઈએ પૂછ્યું.

ડોશીએ ડોકી ધુણાવી પૂછ્યું: “મને પાછી બહાર ક્યારે નીકળવા દેશો?'

“અહીં દાખલ થનારને મરણ સુધી બહાર નીકળવાનું નહીં મળે.”

“ત્યારે તો રહો, રહો.” ડોશીએ કાલીઘેલી ચેષ્ટા કરતાં કહ્યું: “હું એક જણને મળીને પછી આવું.”

“સારું; રાતના બાર બજ્યા સુધી અહીં દાખલ થઈ શકાય છે.”

"હા"

એટલું કહીને ડોશી ત્યાંથી ચાલતી થઈ. ઘણું લાંબું અંતર ચાલી. સાંજના ધમધોકાર વાહન-વ્યવહારની ભીડમાં કચરાતી-છૂંદાતી એ કેમ