પૃષ્ઠ:Pratimao.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
20
પ્રતિમાઓ
 

જુવાન.

ત્રણેય જણ નજીક આવ્યાં. ડોશીએ જુવાનને પાસેથી નિહાળ્યો.ચકચકિત બૂટજોડીઃ ઘડીદાર, રાખોડી રંગનું અકબંધ પાટલૂન: એવો જ ઘડીદાર બંધબેસતો ડગલો: ટાઈ, કૉલર: સાફ સુંવાળું મોં: અને છેલ્લીછેલ્લી એની આંખો ત્યાં ઠરી, જ્યાં એક સીધો લાંબો સેંથો એ યુવાનના રેશમી વાળને બંને બાજુએ વહેંચતો હતો.

બુઢ્ઢીની આંખમાં ડર નહોતો. અતિ હર્ષની વેવલાઈ હતી.

“કેમ, ડોશીમા !” એ યુવાને સહેજ કડકાઈથી છતાં સભ્ય રહી પૂછ્યું: “કેમ આવ્યાં છો?”

ડોશીમાએ કાંઈ ન કહ્યું. એ તો હજુ એ જુવાનને નીરખવામાં જ મશગૂલ હતી. પણ નર્સે કહ્યું: “સાહેબ, એ તો કહે કે આપે એને અત્યારે અહીં મળવાનો સમય આપ્યો છે.”

“હં-હં-હં, એમ કે?” દાક્તર સહેજ હસ્યો. “ડોશીમા, તમે આવડી ઉમ્મરે જૂઠું બોલ્યાં કે?’

પણ ડોશીની બેફિકરાઈભરી નિરુત્તર સ્થિતિ દાક્તરને વધુ ને વધુ વિસ્મયમાં નાખવા લાગી. “ઠીક, પણ હેં ડોશીમા, તમે આંહીં અંદર શું કરવા આવ્યાં? જોઉં, એ શું છે તમારા હાથમાં ?”

ડોશીના હાથમાંથી લઈને દાક્તરે જોયું. પોતાની પ્યારામાં મારી એ તસવીર હતી. એણે ફરી પૂછ્યું: “આ છબી શા માટે લીધી હતી તમે? તમારે એને લઈ જઈને શું કરવી હતી?”

અબોલ ઊભેલ ડોશીના હાથ જાણે હજુ એ છબીની માગણી કરતા ઊંચા થઈ રહ્યા હતા.

"હં-હં,” દાક્તરે પૂર્તિ કરી: “તમારી દાનત તો આ રૂપાની ફ્રેમ ઉપર બગડી લાગે છે, નહીં કે ડોશીમા ?

ડોશીના હાથ હજુ છબી તરફ લંબાયેલા હતા. એની ચૂપકીદીએ