પૃષ્ઠ:Pratimao.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
22
પ્રતિમાઓ
 

“હા, જોઉં તમારાં ફેફસાં કેમ છે?” કહી દાક્તરે નીચા વળી બુઢીની છાતીએ કાન માંડ્યો. ડોશીની ધીરજ તૂટી પડવાની તૈયારી હતી. એના બેઉ હાથ ઊંચા થયા. પોતાના હૈયા ઉપર પેટના બાળકના માથાની પેઠે ઢળી પડેલું એ માથું ઝાલી લેવા જેટલા નજીક એના હાથ જઈ પહોંચ્યા. પરંતુ એને કશુંક વારતું હતું. એ સુંદર માથાના વાળને સ્પર્શ્યા પહેલાં એક જ પળે એ બેઉ જર્જરિત હાથ પાછા નીચા ઢળી ગયા.

“પણ-પણ.” દાક્તર પૂછે છે: “તમારું કાળજું આટલું બધું થડકે છે શાનું, હેં ડોશીમા? આટલા ગજબ ધબકારા કેમ ઊઠે છે!”

ડોશી કશું નથી બોલતી. દાક્તર એની છાતી પરથી માથું ઉઠાવી લઈને પાછા ટટ્ટાર બન્યા. પૂછ્યું: “તમારે કેટલાં છોકરાં છે, ડોશીમા ?

"એક.” જરા મોડો જવાબ આવ્યો.

“દીકરો કે?"

ડોશીએ માથું હલાવ્યું.

"શું કરે છે?”

“મહાપુરુષ છે.”

“હં-હં! બધી જ માતાઓ પોતાના પુત્રો વિશે એમ માને છે. કઈ જાતનો મહાપુરુષ છે તમારો દીકરો?”

“ખબર નથી.”

“હં... ડોશીમા! એ ખબર નથી કે? ઠીક લ્યો, હવે તમે અહીં બેસો, નિરાંતે બેસજો, હાં કે? જાઓ. તમારો રોગ મેં પારખ્યો છે ને હવે હું તમારા સારુ દવા બનાવું છું. સરસ દવા. એક વાર પીશો ને, એટલે તમને તરત જ આરામ આવી જશે. બેસો અહીં.”

ડોશીના દુર્બલ શરીરને ઝાલીને દાક્તરે એક સુંદર ખુરસી ઉપર બેસાડ્યું ને પછી એણે દવાના કબાટો પાસે જઈ, આજ સુધી કોઈ દર્દીને માટે પોતે નહીં કરી આપ્યું હોય તેવું ઔષધ બનાવવા માંડ્યું. જાતજાતની માત્રાઓ રડતો રડતો એ આ બુઢ્ઢીને ‘સમજ્યાં ને, માડી?' 'સમજ્યાં ને,