પૃષ્ઠ:Pratimao.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આખરે
29
 

સેરવીને માથાં ખજવાળતી હતી.

ત્યાં બેઠકમાં જેમ જેમ વાર્તાનું વાચન ચાલતું ગયું તેમ તેમ અતિથિ યૌવનાની આંખોમાં રોશની ઊભરાતી ચાલી.

"ઓહોહો!" એણે આખરે કહ્યું: “આટલું કુશળ પાત્રાલેખનઃ આવો. કલ્પનાવૈભવઃ ને આવી શૈલીઃ આ બધી વિભૂતિઓને તમે છ કલાકની કારકૂનીમાં દફનાવી દો છો? તમારે ખાતર તો ઠીક, પણ ભાવિ પ્રજાને ખાતર તો તમારે આ પુસ્તક પૂરું કરવું જ જોઈએ.”

“પણ હું શું કરું? આ વેજા વળગી છે તેના પેટના ખાડા હું કેમ કરી પૂરું?”

"અરે શું કહો છો? તમને આગળથી એડવાન્સ રકમ આપનારા પ્રકાશકો તૈયાર છે. હું શોધી આપું. આવી હતાશાની વાણી શું કાઢો છો? તમારી સર્જનશક્તિનું ભાન તમને નથી, પણ જગત તો આ વાંચીને ચકિત બનશે.”

પુરુષનો આત્મા કોઈ નવજન્મ પામતો હોય તેવી મંગલ સુખવેદના એની આંખોમાં પ્રગટી ઊઠી. પોતાને જીવનદ્વારે જાણે કોઈ સ્વર્ગદૂત ઊતર્યો હતો.

બચ્ચાંને સુવાડી, ધીરેથી ઓરડો બંધ કરી. મા નીચે આવી અને પછી બેઉને જમવાનું પીરસ્યું. પતિ અને અતિથિ વચ્ચે આખો વખત જે વાર્તાલાપ ચાલી રહ્યો તેમાં ભાગ લેવાની પોતાની સમજશક્તિ ન હોવાથી પોતાની હાજરી ત્યાંનું વાતાવરણ ખરેખરું ખીલવા નહોતી દેતી, એવી સમજને લીધે એને ઘણું દુઃખ થયું. છતાં એ બેઉનાં મોં સામે જોઈ જોઈ જ્યાં બન્ને હસે ત્યાં હસતી અને વિસ્મય બતાવે ત્યારે મોં ચમકાવતી બેસી રહી. આજે પતિના જીવનમાં ઘણે વર્ષે પ્રાણ આવ્યો જોઈ પોતે હરખાવા લાગી.

મોડી રાતે મહેમાને રજા લીધી. 'લાવો પેલી હસ્તપ્રત' કહી એણે નવલકથાનું પરબીડિયું બગલમાં દબાવ્યું. એને વિદાય દેતી ગૃહપત્નીએ કહ્યું કે “કોઈ કોઈ વાર અહીં જરૂર આવતાં રહેજો, હો ! એમને બહુ જ સુખ