પૃષ્ઠ:Pratimao.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આખરે
37
 

“એકવીસ !” એટલો જ શબ્દ સંભળાતાં પતિને અવસર જડયોઃ "એકવીસ!!! હજુ પાંચથી નથી ધરાઈ રહી! હજુ એકવીસના કોડ છે તારે? વાહ વાહ! ધન્ય છે આકાંક્ષાને!"

એટલું કહી, ઇચ્છિત મોકો મળતાંની વાર જ કોટ ખભે નાખી, ટોપી પહેરી, બાકીનો રોષ બારણા પર ઠાલવતો પુરુષ એ રાત્રિને પહેલે પહોરે બહાર નીકળી ગયો.

રાંધ્યાં ધાન ચૂલે રહ્યાં.

[6]

દસ વર્ષો પછી:

સાચેસાચ એ કારકુનીના ટેબલ પરથી છલાંગો મારતો મારતો સ્વામી નવલસમ્રાટના સિંહાસન પર વિરાજી રહ્યો છે. એની લેખિનીમાંથી ટપકતા પ્રત્યેક શાહીના બિન્દુએ રૂપિયા વરસી રહેલ છેઃ બુલંદ પ્રકાશકો એના મકાનને પગથિયે મોટરો ઠહેરાવે છે એના ઓટોગ્રાફ મેળવવા માટે અનેક સાહિત્યરસિકોનાં ટોળા ભમે છે એના દેહની બહુવિધ તસવીરો એ દેશનાં અખબારોની વચ્ચે સ્પર્ધાનો વિષય બની રહી છેઃ ને એના આ દિગ્વિજયના એક જાજવલ્યમાન દાયકાની પાછળ એક વિભૂતિ પોતાની છાયા છવરાવતી ઊભી છે: તકદીરના શ્યાામ આસમાનને ચીરી ચંદ્રલેખા-શી આવી પડેલી એ મિત્ર તરુણી: પુરૂષની પામરતાના ઢગેઢગ રાફડામાંથી મહત્ત્વાકાંક્ષાનો ભુજંગ જગાડનારી એ માનુષી મોરલી: એણે જ આ કંગાલને કુટુંબસંસારના ભસ્મપુંજમાંથી ફૂંકી અંગાર પ્રગટાવ્યો, પોતાના જ ઘરમાં સંઘરીને એનું આવું ઉચ્ચ ઘડતર કર્યું.

આજ એ જીવનસખી એને પોતાનો કરી લઈ એની બાજુમાં ખડી છે, પોતાના ભુજપાશમાં એને સંઘરી રહી છે. મહત્તાને હીંચોળે એને ફંગોળી રહી છેઃ આજ એ પુરુષને જીવનમાં શી કમીના રહી છે?

ફતેહના દુંદુભિનાદે એના કાન પરથી જીવનના ઝીણા તંતુસ્વરને આગળ કરી દીધા છે. પોતાની હૃદયેશ્વરીનો દોર્યો એ દેશાટને નીકળ્યો છે. સ્થળે સ્થળમાં એને કોઈ સભાગૃહો કે પરિષદો-સંમેલનો શોભાવવાનાં