પૃષ્ઠ:Pratimao.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આખરે
39
 

"મિત્ર કયાં છે? કેમ છે?”

“સારી પેઠે છે. મારી જોડે જ છે.”

"ઓહો!” માએ ફરી આંખો બીડી.

પિતાને મા બચ્ચાં પાસે લઈ ગઈ. બોલીઃ “ઓળખો છો, અલ્યા! તમારા બાપુ.”

'બાપુ!' ચકિત બનેલાં છોકરાં દોડીને બાઝી ન પડી શકયાં. માત્ર છેટેથી જોઈ રહ્યાં.

પિતા નજીક આવ્યો. એક પછી એક સહુને મળ્યો. એના મોંમાંથી આપોઆપ ઉદ્દગાર નીકળતા ગયાઃ “તું કોણ? મોટો બચુ? આવડો ઊંચો થઈ ગયો તું ?"

“બાપુજી!” કહેતી પુત્રી સામે આવી

“ઓહો! આ કોણ ?” પિતા આભો બનીને તાકી રહ્યો.

"બબલી.” દૂર ઊભી ઊભી બા ઓળખાવતી હતી.

"બબલી? મારી દીકરી આવડી મોટી થઈ ગઈ?" પિતા જાણે કોઈ જાદુઈ સૃષ્ટિ નિહાળતો હતો.

“અને તમે બન્ને ” બાપ બેલડા પુત્રો કને પહોંચ્યોઃ “તમે તો બીજાં દસ વર્ષે પણ ઓળખાઈ જાઓ. વાહ મારાં બેલડાં : "

બેઉનાં માથાં પર હાથ ફેરવીને પિતાએ માતાની સામે તાકયું. બન્ને આંખો જાણે આ જોડકાંના જન્મ પછીનાં દોહ્યલાં દિવસ-રાત્રિઓનું સ્મરણ કરતી હતી. ત્યાં તો 'બાપુ, મને!' કહેતો કીકો આગળ આવ્યો.

દસ મિનિટના પરિચયે એવી તો વ્હાલસૃષ્ટિ સરજી મૂકી, એવું તો ભર્યું ભર્યું ઘર બનાવી નાખ્યું, બાપ-બચ્ચાંની વચ્ચે એવો મેળ નિપજાવ્યો, કે માતાનાં નેત્રો દૂર ઊભાં ઊભાં હર્ષાશ્રુજળે નહાવા લાગ્યાં. માના મુખમાં શબ્દ નહોતો. એનું હૈયું તો પતિ પાછો ઘેર આવ્યો છે ને બચ્ચાં સાથે જીવ જોડી રહ્યો છે એ જોઈને સુખસમાધિની લહેરમાં લહેરાતું હતું. એને આજ જીવનનો અંત આવી જાય એવી ભાવનાનાં ઘેન ઘેરાતાં હતાં. પાંચેય જણ્યાને હેમખેમ મોટાં કરીને પતિની સન્મુખ ધરવામાં એનો આત્મા