પૃષ્ઠ:Pratimao.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
46
પ્રતિમાઓ
 

પછી એણે ઢેબરું ઉપાડયું. ઢેબરાને ચોવડું વાળીને ખાવા લાગી. જાણે એ હમણાં પોતાની આંગળીઓ ચાવી જશે ! દાઝ કાઢતી કાઢતી એ જાણે ખાય છે.

પોતાને સારુ એ ચા બનાવતી હતી: ચીનાઈ માટીનાં એ પ્યાલા- રકાબી, સાકર-પાત્ર, દૂધ-પાત્ર, કીટલી અને ચમચા, ઓરડાની ભયાનક નીરવતાને ઠણીંગ, ઠણીંગ, ઠણીંગ અવાજે ભેદતાં હતાં ! કે વધુ ભયાનક કરતાં હતાં ?

મા, પાંચ બચ્ચાંની મા, પાંચ જીવતાં બાળકોની જન્મદાત્રી જીવતર ધરીને પહેલી જ વાર એકલી નાસ્તો ખાતી હતી. પ્રભાત ઊઘડતું હતું.

એકલતા દીઠી છે જગતમાં?