પૃષ્ઠ:Pratimao.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
52
પ્રતિમાઓ
 

ચિંતાગ્રસ્ત અને તપ્ત યુવાને પ્રવેશ કર્યો. માથું ઊંધું ઘાલીને દાક્તર પોતાના રજિસ્ટરમાં તે દિવસના દર્દીઓની નોંધ કરતા હતા. એમણે ઊંચે જોયા વગર હંમેશની આદત મુજબ પ્રશ્નો પૂછ્યા: નામ? ઉંમર? સરનામું?

યુવકે તે શહેરનું પોતાનું ઊતરવાનું ઠેકાણું આપ્યું.

“હં... ફ્રેન્ચ હોટલ કે?” વૃદ્ધ વરુની માફક ઘુરકાટ કર્યો. હજુ એની આંખો અને એની કલમ તો રજિસ્ટરમાં જ ખૂતેલાં હતાં. એણે છેલ્લો પ્રશ્ન પૂછ્યો: “વતન?"

વતન તરીકે એક ફ્રેંચ ગામનું નામ કાને પડતાંની વાર જ વૃદ્ધે ઊંચે જોયું. એ ખુરસી પરથી ખડો થઈ ગયો. આવેલ યુવાનની સામે એણે ભવાં ખેંચીને ડોળા તાક્યા: “તું ફ્રેંચ બચ્ચો અહીં જર્મન આકાશની નીચે? અને અહીં ખુદ મારા જ ઘરના ઉંબરામાં? જીવતો ઊભો છે?”

યુવક ચૂપ રહ્યો. એણે દાક્તરના ટેબલ પર એક છબી પડેલી દીઠી. ત્યાં તાકી રહ્યો.

"બહાર નીકળ.” વૃદ્ધ બરાડ્યો: “મારા ઘરને ભ્રષ્ટ કરવા એક પળ પણ ન ઊભો રહે, ચાલ્યો જા, કહું છું. ફ્રાન્સનો એકોએક વતની મારી નજરમાં ખૂની છે. જોઈ આ છબી? એકેએક ફ્રાન્સવાસી આ મારા એકના એક લાડકવાયા પુત્રનો પ્રાણ લેનાર ઘાતક છે. અહીંથી સત્વર બહાર નીકળી જા. મારું ધૈર્ય તૂટું તૂટું થાય છે.”

"નહીં જાઉં.” કહીને યુવકે એક ખુરસી પર ઢગલો થઈ પડ્યો. “હું નહીં જાઉં, નહીં જાઉં, તમે મારી નાખો, કટકા કરી નાખો તો પણ નહીં જાઉં.” એમ કહેતાં એનો સ્વર ફાટી ગયો. “હું કંઈક કહેવા આવ્યો છું. મારે મારું દિલ ખોલવું છે. હું નહીં જાઉં.”

દીવાના જેવા આ યુવકની સૂરત સામે બુઢ્ઢા દાક્તર ટીકી રહ્યા છે. ત્યાં તો દ્વાર ઊઘડ્યું અને પેલી કબર પરથી પાછી ફરનારી કુમારી અંદર આવી: “બાપુજી! બાપુજી! આજે એક કૌતુક થયું –” એટલું કહે છે ત્યાં એની નજર એ યુવાન ઉપર પડી. ઓળખ્યો. “બાપુજી, એ જ!”

"કોણ? શું છે? આજે આટલી ગાભરી તું કેમ છે, બચ્ચા ?” વૃદ્ધ