પૃષ્ઠ:Pratimao.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુત્રનો ખૂની
59
 
[6]

'ભાઈ આવ્યો?' 'ભાઈને આવવાનો સમય થયો કે નહીં?' 'આ ઘડિયાળ બરાબર તો છે ને?' એવા એવા પ્રશ્નો પૂછતા દાક્તર ઘડીઘડીમાં બિછાનામાં બેઠા થતા હતા અને એના જર્જરિત દેહને હાંફ ચડી આવતી હતી. અતિથિ યુવાન એને ઉતારેથી આવવામાં આજે કંઈક મોડો પડ્યો હતો.

જરા દ્વારનો ભભડાટ થયો એટલે ડોસો જાગીને બેઠો થયો: “કોણ, ભાઈ આવ્યો?”

"હવે, કહું છું કે તમે ભલા થઈને શાંત પડ્યા રહેશો નહીં તો પછી મારે...”

એટલું બબડીને વૃદ્ધ દાક્તર-પત્નીએ બુઢ્ઢા પતિને એક માતાના વાત્સલ્યથી પથારીમાં પાછો સુવાડી દીધો, ને પોતે સામી બેસીને ભાંગલાં ચશ્માં ચડાવેલી ઝાંખી આંખે પુત્રવધૂના નવા વસ્ત્રનું સીવણ કરતી બેઠી. અતિથિ યુવકની વાટ જોવામાં એની ઉત્સુકતા ઓછી નહોતી, પણ એનો ઉદ્યમી સ્ત્રી-સ્વભાવ અને ધૈર્ય દેતો હતો.

કદાચ એ નવું વસ્ત્ર વહુના નવા વિવાહ સારુ જ સિવાઈ રહેલ હશે.

મોડો મોડો મહેમાન આવ્યો. પણ આજે એના મોં ઉપર ગમગીનીની છાયા છવાઈ ગઈ હતી. બુઢ્ઢા-બુઢ્ઢીના મીઠા આગ્રહથી વહુ એને બગીચામાં ફેરવવા તેડી ગઈ, પણ મહેમાનના મોં પરની નિસ્તેજી નહોતી ઊતરતી. યુવતીના હાસ્ય-છંટકાવની અસર ઉલટી જ થતી હતી.

પછી એણે પરોણાને તે દિવસે પહેલો જ વહેલી ઘરના એક સુંદર ખંડમાં લીધો. ઓળખાણ આપીઃ “આ એમનો ઓરડો. અહીં એ સૂતાબેસતા.”

એ ખંડને અતિથિએ ધારી ધારી નિહાળ્યો. અભ્યાસનાં પુસ્તકોના છલોછલ કબાટો, સંગીતની પોથીઓ, આલ્બમો વગેરે એક એક સામગ્રીમાં એ મૂએલા યુવાનનો આત્મા મહેકતો લાગ્યો. યુવતીએ મેજ પર પડેલી એક પેટી ખોલીને એક ઈસરાજ બતાવી કહ્યું: “જુઓ, આ એમનું ઈસરાજ,