પૃષ્ઠ:Pratimao.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુત્રનો ખૂની
63
 

પોતે બેઠક લીધી. પિયાનોના પાસા પર એનાં ટેરવાં રમવા લાગ્યાં. ઇસરાજના સૂરોમાં પિયાનોનાં સૂરોએ મેળ સાંધી દીધો.

ડોસાની આંખો ઊઘડી ગઈ. એણે ઇસરાજ તરફ જોયું. ઇસરાજે એની આંખોને સામી દીવાલે જોવા કહ્યું. ડોસાએ દીકરીને પિયાનો બજાવતી દીઠી, બે વાદ્યો વચ્ચેનું એ સંગીત-લગ્ન બે આત્માઓની એકરસતા ગાતું હતું. ન હતો ત્યાં ધર્મગુરુ, ન હતું દેવાલય કે દેવદીપક, છતાં ત્યાં શું નહોતું એ સ્વરમિલાપમાં ડોસાએ સાચા હસ્તમિલાપ પારખ્યા. એની સુખસમાધિ પરિપૂર્ણ જામી. એનાં નેત્રો ફરી વાર બિડાયાં.