પૃષ્ઠ:Pratimao.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાછલી ગલી

નુષ્યના જીવનમાં પણ પાછલી ગલી હોય છે. એ ગલી અંધારી, સાંકડી અને અદીઠ છે. પાછલી ગલીને ગુપ્ત માર્ગે અનેક તત્ત્વો જીવનમાં આવજા કરે છે. માનવીનું સાચું જીવન એ પાછલી ગલીમાંથી જ, પાછલી બારી દ્વારા જ જિવાતું હોય છે. એ પાછલી ગલીનો પંથ જિગરના ચીરા જેવો પડ્યો છે, આંસુની ધારો વડે છંટકાયેલો છે. એમાંથી જે કાવ્ય ઊઠે છે તે બીજે કદાચ નથી.

એક માણસના જીવનની એવી અદીઠ પાછલી ગલીની આ કથા છે. મહાસાગરનાં મોજાં જેવી નિર્બંધ અને છોળો મારતી એ મુક્ત અને ઉન્મત્ત ફરતી. એના ઉપર નવી બાનો કબજો નહોતો. સાવકી પુત્રી પર સત્તા ન ચલાવી શકતી નવી મા એનો બદલો પોતાની સગી પુત્રી ઉપર શાસન ચલાવીને વાળી લેતી. વાતવાતમાં મા કહેતી કે “મોટી એને ફાવે તેમ કરે. ભલે વંઠી જાય. હું તો મારી છોકરીની વાત જાણું. એની રીતભાતમાં ફેર પડે તો ટાંટિયો જ ભાંગી નાખું. એ બધું તો મોટીને પોસાય, મારી છોડીના ફેલફતૂર એવા નો'ય. મારે દુનિયામાં જીવવું છે, બૈ !'

પવનની લહરી જેવી આ મોટેરી પુત્રી ઉપર અનેકની ટાંપ હશે. પણ એ સહુને માટે એના હોઠ પર હાસ્ય હતું. એથી વધુ કશું જ નહોતું. એ મુક્ત જીવન નિજાનંદી હતું. પુરુષજાતના ભુજપાશની એની ભૂખ હજુ ઊઘડી નહોતી બિચારો પેલો બાઈસિકલિયો જુવાન પાડોશી ! પાતળી લાંબી ડોક ઉપર ચશ્માંદાર મોઢું: માથા પર શાહુડીનાં પીછાં જેવા ઊભા વણઓળેલા વાળ: બાઈસિકલોનું યંત્ર બનાવતાં બનાવતાં એને હેનરી

ફૉર્ડના જેવી મોટરની શોધ કરવાના મનોરથો જાગતા હતા. એમાં ને એમાં

64