પૃષ્ઠ:Pratimao.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાછલી ગલી.
65
 

એ શોષાઈ ગયેલો. એનો બીજો મનોરથ પણ એવો જ સ્વપ્નવત્ હતો:

“કિરણબેન ! કિરણબેન ! ઓ કિરણબેન ! મોટી છોકરીને ઘરમાં પેસતાં જ આ માનવ-શાહમૃગનો અવાજ સંભળાતો. અને માયાળુ હૃદયે એનો બોલ ઝીલતી.

“કિરણબેન ! ઓ કિરણબેન ! દોડો, આંહીં આવો જલદી!” કહેતો. એ જુવાન પોતાને કારખાને કિરણને બોલાવતો અને પોતાની શોધબુદ્ધિનો મહાવિજય કિરણને પગે સાદર રજૂ કરતો. ઓગણીસમી સદીના ઉષ:કાળની ઘોષણા કરતું એની નવી ગાડીનું મશીન હવે તો પાંચ પૂરી મિનિટો સુધી ભખભખ ધુમાડા કાઢતું થયું હતું અને એ થોડા જ દિવસોમાં ચાલુ થનારી આ નિશ્ચલ ગાડીની બેઠક ઉપર આ કારીગર પોતાની જીવનદેવીને બિરાજમાન કરી એની સામે કાકલૂદીભર્યો ચહેરે ઊભો રહેતો.

“મારા આવા યશસ્વી ભાવીની અધિષ્ઠાત્રી તું શું નહીં બને. કિરણ?”

કિરણના હાસ્યમાંથી દયા વરસતી. “હા, હું સમજું છું. તું ના નથી કહેતી તેને હું 'હા' જ ગણું છું. ખરું ને?”

જવાબમાં કિરણ એક વધુ કોમળ હાસ્ય છાંટતી, ને પોતાનો ઉમેદવાર ધરાઈ રહે ત્યાં સુધી એ ખાલી છુક છુક કરતી ગાડીના ધુમાડા ખાતી ગાડીમાં બેસી રહેતી..

[2]

પવનની એ લેરખીને એક માનવીના સંસારની પાછલી ગલીમાં રૂંધાવાનો એક દિવસ આખરે આવી પહોંચ્યો. શહેરની પગથી ઉપર દૈવસંજોગે એક પોતાના જેવો જ લેરખડો, ફૂટડો, પાણીદાર જુવાન એને ભેટી ગયો. તેઓનાં અંતર પણ ભેટ્યાં.

“તમારું નામ ?"

"કિરણ.”

“સુંદર નામ. ગમે છે.”