પૃષ્ઠ:Pratimao.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
64
પ્રતિમાઓ
 

 "મનેય તમારું નામ ગમે છે.”

નાદાન પ્રેમીજનોને વર્ષો પહેલાં કોઈ વેવલી ફૈએ પાડેલાં સાદાં નામોમાં પણ ગહન અર્થ દેખાયો.

ફરીથી મેળાપ થયો. યુવકે પ્રસ્તાવ કર્યો: “આપણા બેઉનાં લગ્નને સારુ એક જ માર્ગ છે. મારી માની અનુમતિ તો મારે મેળવવી જ રહેશે."

"શું કરશું?”

"આવતી કાલે સાંજે પાંચ વાગ્યે માને લઈને હું નગર-બાગમાં આવું. બૅન્ડસ્ટેન્ડની સામે જ અમે બેસશું. તમે ત્યાં થઈને નીકળશો? હું બાને તમારી ઓળખાણ કરાવી આપીશ.”

“તમારાં બાને હું ગમીશ ખરી?”

“કઈ માતા એવી કઠોર હશે કે જે તમને દેખીને નહીં રિઝાય?"

[3]

સાડા ચારને ટકોરે કિરણ સજ્જ બનીને ઊભી. એના સાજશણગારમાં સાદાઈની શોભા હતી. અરીસાને એ આજ કહેતી હતી કે ‘હવે તારી ગરજ મારે ઓછી થશે. એક બીજો અરીસો મને આજ સાંપડવાનો છે.”

એણે પહેલું પગલું ભર્યું-ન ભર્યું ત્યાં તો ચીસ પડીઃ “બહેન ! ઓ મોટીબેન !”

ને એની સાવકી નાની બહેને શ્વાસભરી છાતીએ ઓરડામાં પ્રવેશ કર્યો:

"ઓ મોટીબેન, મને બચાવો.” એ કરગરી ઊઠી.

“પણ શું છે તને, ગાંડી?”

"એ જાય છે. ચાલ્યો જાય છે.”

કોણ ચાલ્યો જતો હતો તે મોટી બહેન સમજતી હતી. માતાએ બહુ દાબમાં દબાવેલી દીકરીના જીવનમાં પણ પાછલી ગલીથી એક જણ પ્રવેશ કરી ચૂક્યો હતો.

"જો બેન, તું રડ ના. હું જરા બહાર જઈ આવું. પછી હું એને