પૃષ્ઠ:Pratimao.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાછલી ગલી
67
 

સમજાવીને રોકી રાખીશ.”

"પછી ! પછી ! પછી ! પછી તો ઘણું મોડું થઈ ગયું હશે પછી મારું જીવતે મોત થશે. ઓ મોટીબેન ! હમણાં ને હમણાં એને અટકાવો, નીકર, નીકર મારા નસીબમાં આટલું જ બાકી રહેશે.”

એટલું બોલતી એ બારી ઉપર દોડી ગઈ, બારણું ઉઘાડ્યું, બહાર ડોકિયું કર્યું. એ બારીથી ધરતી બસો ફૂટ નીચે હતી.

“પણ શા માટે ?”

“શા માટે? હજુ પૂછો છો શા માટે ?" એમ કહીને એણે ધ્રુસકા નાખ્યાં.

"ઓ... હો ! સમજી મોટી બહેને નાનીના દેહ પર દ્રષ્ટિ કરી. પાછલી ગલીમાંથી પ્રવેશેલા અતિથિએ યુવાન કન્યાના ઉદરમાં પોતાનું પાપ ક્ચારનું ય રોપી દીધું હતું.

અત્યારે હું નહીં જાઉં, તો મારું આખું જીવતર હારી જઈશ. પણ એના સામેના પલ્લામાં આ છોકરીનું મોત છે. આ ભોળી છોકરી નીચે પડતું મૂકીને પોતાના દેહના ફોદા કાઢી નાખશે. એના દુઃખનું છાબડું નમે છે.

નાની બહેનને ગોદમાં લઈને એણે બહેનની પાછલી ગલીના પરોણા તરફ પગલાં ભર્યાં.

[4]

બગીચામાં બૅન્ડ ખલ્લાસ થયું. તાળીઓ પાડીને પછી લોકમેદનીએ વિખરાવા માંડ્યું. વાટ જોઈજોઈને આશા હારેલો યુવાન પણ વૃદ્ધ માને દોરી ચાલી નીકળ્યો. બૅન્ડનું છેલ્લું ઢોલક ખભે નાખીને છેલ્લો સિપાહી પણ નીકળી ગયો. તે વેળા એ વિશાળ નિર્જનતાની વચ્ચે બાંકડે બાંકડે તપાસતી કિરણ ત્યાં ભમતી હતી. ચોગમ શૂન્ય શૂન્ય બની રહ્યું હતું. પોતે પણ એ શૂન્યતાનું જ એક અંગ, એક બાંકડા જેવી થઈ ગઈ.

[5]

પાંચ વર્ષો વીતી ગયાં. ફરીને પાછાં એક આલેશાન રાજનગરના