પૃષ્ઠ:Pratimao.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાછલી ગલી
69
 


એક વાતઘેલી પાડોશણ કોઈ વાર આવતી, એક જ શ્વાસે પચાસ વાતોનો ખીચડો કરીને એ કાબર કિરણને રમૂજ કરાવતી, કિરણના સ્વામીની છબી જોઈ જોઈ એ વાતોડિયણ કિરણને પ્રશ્ન કરતી કે “ઓહો, કેવો રૂપાળો જુવાન ! તમારો વર છે ને?” ત્યારે હા-ના કંઈ જ ન કહી શકતી કિરણ ચૂપ રહેવા મથતી. આખરે એ પાડોશણ પોતાના અંતિમ પ્રયોજનની સફળતા તરીકે કિરણ કનેથી બે બટાટાં માગી લઈને ઓરડાની બહાર નીકળતાં સુધી પણ લવલવ કરતી ચાલી જતી.

એ સુખી હશે. જીવનમાં પ્રલાપ કરવા જેવી પણ એક પહોળી દુનિયા એને હતી. વર હશે, કચ્ચાંબચ્ચાં હશે, રિસામણાં-મનામણાં હશે, છોકરાંની આળપંપાળ હશે, કોઈની સાથે સ્નેહ તો કોઈ અન્યની સાથે અણબનાવ, કુથલી, કજિયા, પતિ સાથે ક્યાંક જમવા કે ફરવા-ફરવા જવાનું, જીવનના અનેક ઓરડાઓને વસાવેલા રાખવાનું: આવું આવું ઘણું હશે.

કિરણને તો બે જ વસ્તુઓ હતીઃ એક છબી, ને એક ટેલિફોન. ટેલિફોન જોડવાનો નંબર પણ જગતમાં એને માટે એક જ હતો.

[6]

"જીવનમાં આજે પહેલી જ વાર યુરોપ જવાનો અવસર ઊભો થયો છે, કિરણ!” એક દિવસ આવીને પ્રેમીએ ખુશખબર આપ્યા.

"યુરોપ જવાનું?” કિરણના મુખ ઉપર તેજનાં મોજાં ઊછળી પડ્યાં. “આહાહા ! કેવો આનંદ ! આપણે યુરોપમાં સાથે ભમશું. આ જોશું, તે જોશું; અહીં જશું, ત્યાં જશું.” કિરણ તો પક્ષીના પિચ્છ જેટલી હળવી બનીને જાણે, કે હવામાં ઊડવા લાગી. ઓરડાની દીવાલો જાણે કે ઓગળી ગઈ.

“કિરણ ! કિરણ ! તું મારી વાતને હજુ બરાબર સમજી નથી જણાતી.” એવા ઠંડાગાર શબ્દ આશકે કિરણના હર્ષોન્માદને ઉતારી નાખ્યો.

“કાં ?” કિરણે એના સામે તાક્યું. . "મારું કહેવું એમ હતું કે અમારે – એટલે કે મારે તથા મારા કુટુંબને - યુરોપ જવું પડશે. વહાલી કિરણ તને તો મારાથી સાથે શી રીતે લઈ જઈ શકાય? મારી આબરૂનો આ પ્રશ્ન છે. હું ત્યાં એક મોટી પરિષદમાં ભાગ લેવા.