પૃષ્ઠ:Pratimao.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાછલી ગલી
71
 


“બેન, મારા એ વર નથી.”

“ત્યારે ?"

“મારી જોડે એ પરણ્યા નથી. મને એણે અહીં ખાનગી રીતે રાખી છે. હું શી રીતે એને ખુલ્લંખુલ્લા બોલાવું? મારો એના ઉપર શો અધિકાર? એની આબરૂ જાય. ઓ બહેન, તારા જેવી પુણ્યશાળી હું નથી. તારે તો કેવો પતિ છે!” એટલું કહીને આંસુભરી આંખે એ પાડોશણ કિરણના પ્રેમિકની છબી સામે જોઈ રહી.

"સાચું છે, બહેન!” કિરણે ફિક્કું હાસ્ય કર્યું: “તારી બહુ બૂરી દશા છે. હું તને સલાહ આપું છું, કે આ ત્રાસદાયક જીવનમાંથી તું ઝટ છૂટી થઈ જા. આ ક્ષણક્ષણના તલસાટો, ઊર્મિઓના છૂંદેછૂંદા, ટેલિફોનોની આ વરાળભરી ફૂંકોઃ ઓ બહેન, એક પુરુષના પાપનું ઢાંકણ બનવા સારુ આ બધું સહેવા કરતાં તો તું કોઈને પરણી જા, છોકરાની મા બની જા, ઘર માંડી લે. આ ત્રાસનો તો અંત જ નહીં આવે.”

પાડોશણ નહોતી જાણતી કે કિરણ પણ પોતાના જેવી જ અભાગણી છે; ને કિરણ નહોતી જાણતી કે પાછલી પોળ'ના ઊંચા ઊંચા માળાઓની કેટલી કેટલી ઝળહળતી બારીઓ આવી ઉપપત્નીઓની હૈયાવરાળોને સંઘરી રહી હતી !

પરંતુ આ રખાત-જીવન પ્રત્યે એના બંડનો હુતાશન જાગે છે તે જ ક્ષણે બારણું ઊઘડે છે અને પ્રવાસેથી પાછી વળેલો પ્રેમિક દખલ થાય છે.

“આ કોણ? તારા વર કે?” પાડોશણે પૂછ્યું.

“હા, એ જ.” કિરણે દંભ સાચવ્યો. પાડોશણ ચાલી ગઈ. એને કંઠે વળગવાની સાથે જ કિરણનું બધું બંડ પીગળી ગયું. એ એક જ ઘડીએ જીવનની શૂન્યતાને છલોછલ પૂરી દીધી.

“ક્યારે આવ્યા?”

"પરમ દિવસે.”

"પરમ દિવસે!” આભી બનેલી કિરણ જોઈ રહીઃ "બે દિવસથી