પૃષ્ઠ:Pratimao.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાછલી ગલી
73
 

આંખો પટપટાવતો ઊભો રહ્યો.

"કિરણ ! મારી મોટર હવે ચાલુ થઈ ગઈ છે. ને, આમ તો જો, મારા વાળ પણ હવે તો હું ઓળવા લાગ્યો છું. તને મારામાં હવે ય શું ફેરફાર નથી લાગતો?”

કરુણાર્દ્ર આંખે કિરણ એની સામે મલકી રહી.

"કિરણ, હું હજુ યે તારી રાહ જોતો બેઠો છું.”

એ કશું બોલી નહીં.

“તું ક્યાંય બંધાઈ ગઈ છે શું?"

“બંધાઈ હતી. હવે મુક્ત છું.” એણે પિંજરને તોડવા પ્રયત્ન કર્યો.

“આવીશ?"

“મારો ઇતિહાસ કેટલો મલિન છે તે તું જાણે છે?”

"જાણું છું, છતાં યે પૂછું છું કે આવીશ??”

"ચાલો.”

*

તે દિવસે રાત્રિએ આશકે આવીને એ ઓરડામાં પડેલો કિરણનો કાગળ વાંચ્યો. એના જીવનની શૂન્યતા ચીસ પાડી ઊઠી.

બાપને ઘેર જઈને બાઈસિકલિયા પાડોશી સાથે વિવાહનું નક્કી કરી કિરણ પોતાનો લગ્નસંસાર ગોઠવતી હતી. નાની બેનનાં બે બાળકો ઘરમાં રમતાં હતાં, તેમના જેવાં પોતાને ઊંબરે પણ એક દિવસ ગેલતાં-ખેલતાં થઈ જશે એવા મનોરથોને હીંડોળે કિરણ હીંચકવા લાગી. એના રોમરોમમાંથી “મા! ઓ મા !” એવા સાદ પડતા હતા. એ પોતાનાં જ સ્તનો પર હાથ ફેરવતી જાણે પ્રાણની અંદર સૂતેલાં સંતાનોને જ પંપાળતી હતી. હું હવે રખાત મટીને સ્ત્રી થવાની છું એવો ઉઘાડા જીવનનો ગર્વ એને આભની અટારી સુધી ઝુલાવતો હતો.

માર માર ઝડપે એક દિવસ એક મોટર આવીને એના ઘરના દ્વાર પાસે ઊભી રહી. શહેરી પ્રેમિક ઊતરીને એ ઘરમાં દાખલ થયો. રમતાં બે બાળ અને ઘરનાં તમામ રજકણો ઉજમાળાં દીઠાં. બજાર કરવા ગયેલી