પૃષ્ઠ:Pratimao.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
74
પ્રતિમાઓ
 

કિરણની રાહ જોતો એ ઊભો.

કિરણ આવી. મનુષ્ય નહીં પણ મૂર્તિમાન ઘર. બેઉ હાથમાં, બગલમાં ને ખભા પર જેટલાં ઊંચકી શકાય તેટલાં બંડલો, ખોખાં ને કપડાંલત્તાનાં પરબીડિયાં! એ બધી બાહ્ય સામગ્રીની અંદર એના મનોરાજ્યનું જ દર્શન હતું. ગૃહસંસાર માંડીને તેમાં જંપી બેસવાનો અંતરતમ અનુરાગ એ પ્રત્યેક પરબીડિયામાંથી બોલતો હતો.

"તમે?” એ ચમકી ઊઠી: “તમે અહીં?”

“તું શા માટે ચાલી આવી?”

"કેમકે હું તમારી પત્ની નહોતી. મારી ભૂખ ઘરસંસાર વસાવવાની . અને... અને..” કિરણની આંખોમાં નાનાં બાળકો જેવાં બે આંસુ ઊછળી રહ્યાં.

"હું તને લેવા આવ્યો છું. તારા વગર મારું મોત છે.”

ગૃહસંસારનાં સ્વપ્નો ભુક્કો કરીને ફરી પાછી કિરણ એ મોટરમાં રાજનગર તરફ ચાલી નીકળી, અને આ ખાનદાન' ધનપતિના જીવનની પાછલી પોળમાં પેસી ગઈ. બહાર નીકળવાની હવે આશા નહોતી.

[7]

એ ગુપ્ત જીવનને પચીસ વર્ષોનાં કાળ-કરવત ઘસાયાં. પણ એમાં ચીરો પડી શકયો નહીં. સંસારી સાફલ્યની સીડીનાં એક પછી એક પગથિયાં ચડતો સ્વામી જ્યાં જ્યાં ગયો-આવ્યો ત્યાં ત્યાં, રેલવેમાં, આગબોટોમાં, દેશદેશાવરે ને નગર-નગર, ઉત્સવે સહેલગાહે કે રોજગાર, કોઈ જ ન જાણે તે રીતે કિરણ એની છાયા બનીને એની પછવાડે પછવાડે જતી હતી. કેમકે કિરણની હૂંફ વગર પુરુષને ચાલતું નહોતું. પોતાના જીવનના મધ્યભાગમાં બંદિની બનીને કિરણ પડેલી છે, એ એક જ વાતમાંથી આ પુરુષના પુરુષાર્થનો ને વિજયનો ઝરો વહેતો હતો. જગતની બુલંદ બેન્ક-પરિષદોનાં પ્રમુખસ્થાનેથી વાંચવા સારુ એણે લખેલાં ભાષણો એ સહુથી પહેલાં કિરણને વંચાવતો ને એના એકના સંતોષ પરથી પોતાની મહત્તા માપતો. છતાં એના આ તમામ દુન્યવી વિજયોનો પ્રગટ હિસ્સો ક્યાંયે વાચ્યા વગર અંગત અસીમ ગોપનતામાં જ