પૃષ્ઠ:Pratimao.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાછલી ગલી
75
 

પુરાઈ કિરણને જીવવાનું હતું. સાથે ને સાથે છતાં અનંત યોજનાને અંતરે.

એક દિવસે આ મહાપુરુષ પોતાના કુટુંબની સાથે એક આગબોટ પર પ્રવાસે ચડેલો છે. કિરણે પણ ગુપ્ત સહયાત્રા માંડી છે – મુસાફરીની અંદર અવારનવાર એકાંત શોધીને બેઉ જણાં – ચાલીસ-પીસ્તાલીસ વર્ષનાં બની ગયેલાં – મળે છે. સહુ સમજે છે કે આ બે જણાં પણ સામાન્ય સહયાત્રીઓ માફક પરિચય સેવી રહેલ છે. માત્ર બે જ જણાંની આંખો નથી ઠગાતી. એ બે હતાં આ ધનપતિ સ્વામીનાં જ પુત્ર-પુત્રી. પુત્રની કરડી નજર પિતાની અને આ કોઈ ભ્રષ્ટા રખાતની વચ્ચે ચાલતા વ્યવહાર ઉપર ખંજરની માફક તોળાઈ રહી છે.

એક દિવસ પુત્ર કિરણના ખંડમાં આવી પહોંચ્યો.અને ડોળા ઘુમાવતાં બોલ્યોઃ “હું જાણું છું – તને અને તારી અધમ જાતને હું જાણું છું. પણ. આજ તને ચેતવવા આવ્યો છું કે તું મારા પિતાના જીવનમાંથી ઝટ ખસી જજે. તને ખબર છે, મારી બહેનનાં લગ્ન એક અમીર કુટુંબની અંદર થવાનાં છે. તારો મારા પિતા સાથેનો સંબંધ જો જાણવામાં આવશે તો અમારું સત્યાનાશ નીકળી જશે. મારી માતા જાણશે તો એ આપઘાત કરી મરશે. માટે હું કહું છું કે અમારા બાપનું તો તેં સત્યાનાશ કાઢી નાખ્યું, પણ ભલી થઈને હવે અમારાં ભાઈ-બહેનના ભલા ખાતર તું મારા પિતાના જીવનમાંથી ખસી જ. બોલ, તારે કેટલી કીમત જોઈએ? બોલ, હું તને ચૂકવી આપું.” એટલું બોલતાં તેણે ગજવામાંથી ચેકબુક કાઢી.

આ બધો સમય એ ચાળીસ વર્ષની શ્વેતકેશી કિરણ એ જ દ્રષ્ટિથી જોઈ રહી હતી, કે જે દ્રષ્ટિથી એણે પંદર વર્ષો ઉપર 'તું કાંઈ મારી સ્ત્રી થોડી છે!' એ ટોણો મારનાર આ પુત્રના બાપ તરફ તાક્યું હતું. એ હલી કે ચલી નહીં. એની આંખનાં મટકાં પણ અટક્યાં હતાં. અને 'બોલ, તારી, કિંમત કેટલી ! બોલ ઝટ, હમણાં ચેક ફાડી આપું' એ શબ્દ હથોડાની નીચે એણે પોતાની છાતી છુંદાઈ જવા ધરી દીધી હતી.

ફરી એક વાર દ્વાર ઊઘડ્યું અને ત્રીજો જણ દાખલ થયો. એ હતો પુત્રનો પિતા. લજિજત ચકિત નજરે થોડી વાર તો એ અવાચક બની બારણા