પૃષ્ઠ:Pratimao.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાછલી ગલી
77
 

પચીસ વર્ષોની યાતનાઓ પછી એ જીવનપ્રભાત એના જીવનની સમગ્ર નિર્જનતાને ભરચક વસ્તી વડે વસાવી રહ્યું હતું. આજે એણે રસ્તા પરની બારીઓ પણ ઉઘાડી મૂકી હતી. સૂર્યકિરણો જાણે આજ પ્રથમ પૂર્ણમિલનના ઉત્સવમાં ભાગ લેવા થોકે થોકે અંદર દાખલ થતાં હતાં.

છાપાવાળો દૈનિક છાપું આપી ગયો, પણ તે વાંચવાની કિરણને ક્યાં નવરાશ હતી ! એના હોઠ ઉપર મધમાખનું ગુંજન કંપી રહ્યું હતું. એના પગ ધરતી પર ટકતા નહોતા. એ શણગારતી હતી – કાલ રાત્રીના કોલ પ્રમાણે સ્વામીજમવા આવવાનો હતો તે નાસ્તાની વાનીઓને, પોતાના દેહને નહીં. દેહ તો આપેથી જ એની સફેદ વસ્ત્રોની સાદગીમાં દીપતો હતો.

વેળા બહુ થઈ. કિરણ વાટ જોતી બેઠી. વખત વીતાવવા માટે એણે છાપું ખોલ્યું, અને પહેલા પાનાના મથાળાના અક્ષરો વાંચતાં જ દિમૂઢ બની '......બૅન્કના સુપ્રસિદ્ધ મેનેજર શ્રી..... મૃત્યુપથારીએ ગઈ અધરાતે એકાએક લકવાનો ભોગ.”

એ જ સમયે પતિના દૂરદૂરના ઘરની અંદર શું થઈ રહ્યું છે? નાસ્તો કરવા આવીશ એવું વચન દઈ જનારને રાતમાં જ પક્ષાઘાત થઈ ગયો. એક બાજુનો આખો દેહ ઝલાઈ ગયો. હોઠ ફફડાવતો બોલવા અને ચેષ્ટા કરવા જીવલેણ પ્રયત્ન કરતો એ પિતા ઓરડામાંથી અન્ય સહુને વિદાય આપી, એકલા પુત્રને જ પાસે બોલાવે છે. ટેલિફોન સામે મીટ માંડીને બતાવે છે. પુત્ર ટેલિફોન લઈને ઊભો રહે છે. કોઈ રણનો તૃષાતુર જે રીતે મોં ફાડે તે રીતે હોઠ ફફડાવતો પિતા, લોચા વળતી જીભે, કટકે કટકે અક્કેક આંકડો બોલી આખો નંબર આપે છે. એ નંબર જોડતાં જ પુત્રને સામેથી એક સુપરિચિત, ઘૃણિત કંઠનો અવાજ સંભળાય છે. પિતા આખરકાળનું સમગ્ર જોર એકઠું કરીને ચેષ્ટા વતી ટેલિફોન માગે છે. પુત્ર એ યંત્ર પિતાના કાનમો પર ગોઠવે છેઃ

“...ક...કિ...ઈ....ર...ણ...." કંપતા હોઠ માંડ માંડ બોલી શકયા.

“હા, હા હું જ કિરણ. બોલો, વહાલા!” સામો પ્રત્યુત્તર મળ્યો.

"કિ...ઈ...ઈ...ર...ણ !"