પૃષ્ઠ:Pratimao.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
78
પ્રતિમાઓ
 


"કિ...ઈ...૨....અ.... ણ!"

“કિ...૨...અ...અ...ણ!”

ત્રણ વાર એ નામના પોકાર કરતો અવાજ તૂટી ગયો. વધુ કંઈ કહેવાનું હતું? હા, પણ કહેવાયું નહીં. છેલ્લા શ્વાસ છૂટી ગયા અને પુત્રે ચીસો પાડી કે “દોડો ! દોડો ! પિતાજી ખલાસ !”

એ જ શબ્દો ટેલિફોનના જોડાણને બીજે છેડે સંભળાયા. કેમકે પુત્રે 'રિસીવર' ટેલિફોનની ઘોડી ઉપર મૂકવાને બદલે નીચે છોડી દીધું હતું.

ઓરડાનો એ કોલાહલ, રુદન-ચીસો, મૃત્યુનાં આક્રંદ, તમામ એ ઉઘાડા યંત્રમાં રેડાઈને દૂર દૂર બેઠેલી કિરણના કાનમાં અથડાયાં. પાછલી પોળના ગુપ્ત આવાસમાં એ નિઃસહાય વેદનાની પ્રતિમા સમી વલવલી રહી હતી.

[9]

બારણા પર ટકોરા પડ્યા.

"આવો.” ઉત્તર મળ્યો.

પિતાનો પુત્ર અંદર આવ્યો. આજે એના પગલામાં તીખાશ કે આંખોમાં કટારી નહોતી.

છતાં કિરણ ફાળ નહોતી પામી એમ કેમ કહી શકાય?

પુત્રે પોતાના પિતાની રખાતને દીઠી. સદેહે બેઠેલી એકલતા સમી: વૈધવ્યના જીવંત કાવ્ય જેવીઃ જગતમાં કોઈ ન જાણે તે રીતે મૃત સ્વામીનો ખૂણો પાળતી. ગોઠણ સુધી રજાઈ ઢાંકી પતિની છબી પાસે એણે આસન લીધું હતું. એને આશ્વાસન દેવા ત્યાં કોઈ જ નહોતું. પોતાનું દુઃખ બીજાની નજરે પડે તે વાતથી મળતો છૂપો આહ્'લાદ પણ આ વિરહ-શોકને કલુષિત કરવા ત્યાં હાજર નહોતો.

"હું આવ્યો છું એક ખાસ કામ બાબત.” જુવાનની વાણીમાંથી ડંખ ચાલ્યો ગયો હતો.

એક જ રાતમાં બુઢ્ઢી બની ગયેલી કિરણ આંખો માંડીને સાંભળી રહી. કોઈ નવા પ્રકોપની ધાસ્તી છતાંય એની નિશ્ચલતા ટકી રહી હતી. જાણે એને કશું બીવાપણું જ નહોતું. એ શૂન્યતામાં સંસારી આકાંક્ષાનું એક