પૃષ્ઠ:Pratimao.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
82
પ્રતિમાઓ
 

એવો જવાબ આપી ગાડીવાને લગામ લીધી. એની હાંકણીમાં, તરવરિયા ઘોડાની બંકી ગંભીર ગતિમાં, ગાડીના આરસી જેવા સાફ સુઘડ કલેવરમાં, સર્વત્ર આ જુવાન માલિક પ્રત્યેની સર્વ નોકરચાકરોની તેમ જ મૂંગા ઘોડાની વહાલપ ચમકતી હતી. રસ્તામાં લોકો એને ‘સાહેબ ! દાક્તર સાહેબ !' એવા સંબોધને ઝૂકી ઝૂકી નમન કરતાં, તેમાં અને આ યુવાન એ દરેકને ખબરઅંતર પૂછી જે છટાથી નમન ઝીલ્યું જતો હતો તેમાં પણ અનહદ લોકપ્રેમ નીતરતો હતો.

આખરે ગાડી એક ભવ્ય પુરાતન ઇમારતને દરવાજે આવીને ઊભી રહી. પટાવાળાઓના જઈફ જમાદારે ઝૂકીને અદબ કરી અને યુવાનના પ્રશ્નના જવાબમાં કહ્યું કે “આજ તો સોનાનો સૂરજ ઊગ્યો, સાહેબ ! તમે પધારો છો તે દનની તો અમે સૌ વાટ જોઈ બેસીએ છીએ, સાહેબ !"

આખરે માર્ગે આ તરુણને માટે લોકપ્રેમનાં ફૂલો વેરાતાં હતાં. એના દીદાર કરવા એ શુભ શકુન લેખાતું. એનો બોલ સાંભળવામાં સહુ પોતાની જાતને ધન્ય સમજતા. પ્રભાતના બાલસૂર્ય જેવો એ પુરુષ હજુ તો જ્યારે એ ઈમારતના પ્રવેશદ્વાર પર હતો, ત્યારે અંદરના વ્યાખ્યાનગૃહમાંથી એકસામટા સોએક મધપૂડામાંથી ઊઠી રહ્યો હોય તેવો ગંભીર ઘેરો બણબણાટ સંભળાવા લાગ્યો; અને એ પુરુષના દાખલ થવાની સાથે જ એ ગોળાકાર ચડઊતર પંક્તિઓમાં ગોઠવાયેલી પાંચસો જેટલી ખુરસીઓ પરથી માનવ-સમૂહ ઊભો થઈ ગયો. ઓરડામાં જાણે આત્મા આવ્યો. યુવાન વ્યાખ્યાનપીઠ પર ચડ્યો એટલે સોય પડે તોય સંભળાય એટલી ચૂપકીદી છવાઈ ગઈ.

સિત્તેર-એસી એંસી વર્ષના જઈફોથી લઈ છેક હજુ મૂછની રૂંવાટી યે ન ફૂટી હોય તેવા યુવાનો સુધીની એ વિજ્ઞાનીઓની મેદની સમક્ષ એ ઝૂલતા કાળા ઝભ્ભાની ભોંયમાં ગોરી ગોરી ભાત પાડતી મુખમુદ્રાવાળા યુવાન વિજ્ઞાનીએ વ્યાખ્યાનની શરૂઆત કરી :

“આજે હું તમને ઔષધિઓની કે રસાયણનાં મિશ્રણોની વાત નથી કરવાનો, પણ જીવનના એક ગેબી તત્ત્વ પર બોલીશ.” અને પછી કેમ