પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એ ખાખીજાળિયાની જગ્યામાં આખો રોટલો નહીં, પણ બે ટુકડા કરીને જ પીરસાય છે.)

દેવીદાસને ગુરુએ ટુકડો જ દીધો : ‘જા, ટુકડા જ દેજે.” (આજ પણ પરબની જગ્યામાં ટુકડા પીરસાય, આખો રોટલો નહીં.)

અમરબાઈ મૂળ ડઉ સાખનાં મછોયા આયર, રહીશ પીઠડિયાનાં; જોબન અવસ્થા, પણ સંસારભાવ નહીં; સાંભળ્યું કે બીલખાના કાઠીઓમાં પોતાનો ગળ ખવાય છે (વેવિશાળ થાય છે) : સાંભળતાં જ ભાગ્યાં, દેવીદાસ પાસે આવ્યાં. મારી વાર્તામાં પ્રસંગ બીજી રીતે બનેલો આલેખ્યો. તે પણ લોક-વાણીની વાત છે.

બીજો મોટો ફરક મારી એ વાર્તામાં ઈરાદાપૂર્વક પાડેલો છે. એક તો મેં રત્નેશ્વરના સમુદ્રનો પ્રસંગ વાર્તાના ઉઠાવ માટે મૂક્યો છે. હજુ પાંચ જ વર્ષ પર રત્નેશ્વર જઈ મેં જાણેલું એ સત્ય છે કે ત્યાં કોઢિયાંને લોકો સાગર-સમાધ લેવરાવે છે. એક કિસ્સો તો ત્યારે પંદર જ દિનનો તાજો હતો. દેવીદાસના આલેખનમાં એ પ્રસંગનું કલ્પના-સર્જન જ છે. પણ રક્તપિત્તિયાંની સારવાર અને એમને હાથે થતું અન્નનું પિરસણ એ તો હકીકત છે.

કથા પર મેં એક નવો પ્રયોગ અજમાવ્યો છે. કંઠોપકંઠ સચવાયે આવતા પરચાને, એટલે સંતોના દેવતાઈ ચમત્કારને, જાતીય વિદ્યાની કોઈ એક 'ફિનોમિનન’ – પ્રક્રિયા તરીકે ઘટાવવાનો આ એક પ્રયોગ છે. દાખલો આપું :

મૂળ લોકકથામાં બન્યાનું કહેવાય છે કે, સંત દેવીદાસે અમરબાઈને અને શાદુળ ભગતને એક દિવસ પોતાની પાસે બોલાવ્યાં, અને કહ્યું કે બાપ, તમે બંને જુવાન છે, લોકમાં તમારી વાતું થાય; માટે લે, હું એ વાતોનું થડમૂળ જ ન રહે તેવું કરી આપું. એમ કહી પોતે એ બંનેનાં ગુહ્યાંગો પર હાથ ફેરવી દીધો. બંનેના જાતીય અવયવો શરીરમાં સમાઈ ગયા.

પરચા પ્રત્યેની મારી શ્રદ્ધા કે અશ્રદ્ધા ચર્ચવાનો આ પ્રસંગ નથી. એની યૌગિક કીમિયાવિદ્યામાં મેં ડોકિયું સરખુંય કર્યું નથી. એની આટલી ઈતિહાસ-કણિકા પડી હતી : કે અમર અને શાદુળ બેઉ જવાન હતાં : લોકોએ કદાચ ગિલા કરી પણ હોય: સંત દેવીદાસને એ બીક

9