પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૯૩
 શામળાજી ! નામ અનામ તમારું.
અનામ મનુખ અવતાર અમારો.
લખ ચોરાશી મરતો ને ફરતો
જીવતો જીવતો જીવ ગણીને
બાંય ગ્રહાવી બોલાવ્યો,
બોલાવીને બોલાવ્યો :
સોંપ્યું શામળા, નામ તમારું.
લખાવ્યા લેખ,
મનખના વેખ,
સંસાર મધ્યે હતું સારું.
ચંદ પે ઊજળું
સૂર પે નરમળું
અડસઠ તીરથ ઉપરાંત
કોટ જગતનાં જગત
વહ્યાં ગયાં.
તોય નામ
નત્ય નવું ને નવું
પ્રાણ પે પ્રજળું
એકાદશી પે નરમળું
રધમાં સધમાં
નવ નધથી અકળ સ્વરૂપી
જોગ તે ભગતના હેતમાં
મક્તા ને મકતું.

આમ બોલ પછી બોલની ધારા ઢળવા લાગી. આરાધ પૂરો થયો ત્યારે જાણે કોઈક જળધોધ નીચે બેસીને સ્નાન કર્યું હોય તેવી વિશ્રાંતિની લાગણી બેઉ જુવાનોનાં દિલને લહેરાવતી હતી.

"આ આરાધ” સંત દેવીદાસજીએ કહ્યું, “બેટા, રાણા ભગતનો રચેલો.”