પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શરણાગતિ

અમરબાઈ સૌ પહેલી વાર સંત દેવીદાસને શરણે આવ્યાં ત્યારે આ ભજન બોલ્યાં હતાં —

બાવાજી, તમારાં હશે તે તમને ભજશે
એને આંચ નૈ આવે લગાર
 એ પરબુંના પીર !
બાંહોડલી ઝાલ્યાની ખાવંદ લાજ છે.

બાવાજી, નવસો નવાણું ચીર પૂરિયાં
ધ્રુપતી દાસી તમારી કરી જાણો !
પરબુંના પીર — બાંહોડલી૦

પ્રેહલાદ કારણ તમે પ્રગટિયા.
હરણાકંસનો કર્યો રે સંહાર
પરબુંના પીર.— બાંહોડલી૦

સૂઈને રિયાં શું સુખપાલમાં?
તમે જાણી ન જોયું લગાર
પરબુંના પીર — બાંહોડલી૦

[૧]કાળીંગો આવ્યો અતપાતનો.
રખે લોપે અમારી લાજ
પરબુંના પીર. — બાંહોડલી૦

ઝટક દઈને ચડજો ઘોડલે,
શેલી શીંગી પીર શાદલને હાથ
પરબુંના પીર — બાંહોડલી૦


  1. કલિયુગ