પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત મેક(ર)ણ

૧. હું સૌ માંયલો નથી

રણને કાંઠે સવાર પડતું હતું. ઊડી ઊડીને થાકેલી રેત હજુ જાણે કે પડી હાંફતી હતી. સવારનાં કિરણો એ રણ-રેતની કણીઓને સોનાનો રસ પાતાં હતાં.

નગરઠઠાના માર્ગ માથે એ એક ગામ હતું. પાદરમાં મસીદ હતી. મિનારા પરથી બાંગ પુકારાતી હતી. હોજને કાંઠે કઈ મુસ્લિમ વજૂ કરતો હતો. કોઈ હાથપગ ધોઈને નમાજ પઢતો હતો.

મુસ્લિમોને કાને અવાજ પડ્યોઃ જી નામ ! જી નામ ! જી નામ !

સૌની આંખો દરવાજા સેંસરી ગઈ. પડખે થઈને એક ધોરી માર્ગ જતો હતો. તે મારગે કોઈ મુસાફર જી નામ ! જી નામ ! જપતો પંથ કાપતો હતો.

"ખડે રહે એ હેઈ મુસાફર !” વજુ કરતા મુસ્લિમોએ બહાર નીકળીને હાક મારી.

વટેમાર્ગુએ ઊભા રહીને પાછળ જોયું. એના અંગ પર ભદ્રભેખ હતો. એને દાઢી નહોતી. એના માથા પર કાપડી સાધુઓ ઢાંકે છે તેવો ઊંચો ટોપ હતો. શરીરે હરમિયા રંગની કફની હતી. ખંભે તુંબડાંની કાવડ હતી. ગળામાં માળી હતી.

એણે અવાજ દીધો : “જી નામ !”

"કોન છો?”

"વાટમારગુ છું.”

“નૂગરો છો ? તારા માથે કોઈ મુર્શદ, કોઈ ગુરુ, કોઈ

૧૧૭