પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત મેકરણ
૧૧૯
 

ઊભા રહી અદબ કરવા કહેતો નથી. અંતરમાં અદબ તો આપોઆપ ઊઠે છે, જ્યાં જ્યાં માલિકની ભક્તિના સાદ ઊઠે છે ત્યાં. પણ તમારી બાંગને માટે જો તમારો ખાસ દાવો હોય તો સાબિત કરી બતાવો.”

"શી સાબિતી ?”

“સાબિતી એ, કે બાંગ સાંભળતાં ગાને ધાવતાં વાછરું મોંમાંથી આંચળ છોડી દ્યે ને પાણીના વહેતા ધારિયા થંભી જાય, એવી કોઈ તાકાત બતાવો, તો ડરીને ઊભો રહું. બાકી તમે દમદાટી દઈને ઊભો રાખો એવો પાણી વગરનો સાધુ હું નથી. લ્યો, જી નામ !”

"એ ઊભો રહે." પાછળ હાકલા થયા ને દોટાદોટ સંભળાઈ.

“મિયાં સાહેબો !” મુસાફરે પાછા ફરીને ચમકતાં નેત્રો નોંધ્યાં: "એમ ગામડે ગામડે બાંગો સાંભળીને અટકતો જાઉં તો મેં નાની(હિંગળાજ) કબ પોગું? આશાપરાનો મઠ હજી વેગળો છે. એકલો નીકળ્યો છું તે સમજીને નીકળ્યો છું. આ ભેખ ભાળો છો ને, એ તે મારો પોશાક છે. મારાં કાંડાં છે ભટી રજપૂતનાં.”

"તારું નામ ?”

જવાબમાં સાધુ લલકારી ઊઠ્યો:

ગામ ખોંભડી ગરુ ગાંગોજી
ભટિયા કુળરા ભાણ હુવા:
નેણલે નરખો ! હેતે હરખો !
સતગરૂકા મેં પંજા લિયા.

મુસાફરે ગાન કર્યું. અજાનના સૂરોમાં એ ગાનના વાણાતાણા વણાયા.

"કોણ મેકણ કાપડી તે નહીં ?” એક બુઢ્ઢા સંધીએ નામ પિછાન્યું.

“મેકણ નહીં, મેકો. ને હું નૂગરો નથી. મારો મુર્શદ