પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત મેકરણ
૧૨૧
 

મેકરણે જવાબ દીધો -

'પીર' 'પીર' કુરો કર્યો,
નાંય પીરેંજી ખાણ;
પંચ ઇંદ્રિયું વસ કર્યો
(ત) પીર થિંદા પાણ.

"અરે દોસ્તો ! પીર પીર શું કરો છો? જેટલાએ લીલી કફની ધરી તે તમામ શું પીર ? પીરોની તે શું ખાણ છે? પાંચ ઈન્દ્રિયોને વશ કરીએ તો આપણે પણ પીર બનીએ. મારો ભાઈ પંડે ઈસ્લામધરમી બન્યો છે. પતોજી હતો તે મટીને પતંગશા થયો છે. મને એનો અણગમો નથી. એની બેઠક બેતો અને કાફીઓ વચ્ચે હતી. એના બાળપણના એ સંસ્કાર. એનોય પંથ છે પ્રભુનો. એ તો હજી ખોજ કરે છે, એને પીર ન કહો. અને સાંભળો —

પીર પેગંબર ઓલિયા
મિડે વેઆ મરી.
ચોંણ ઉડાંજ્યું ગાલિયું
નાવો કોય વરી.

"પીરો, પેગમ્બરો ને ઓલિયા, મણ્યેય (તમામ) મરી ખૂટ્યા, તેમની મૃત્યુ પછીની વાતો કહેનારો કોઈ મોતને સામે કાંઠેથી હજુ પાછા નથી આવ્યો.”

"આને હવે ઝાઝો વતાવા જેવું નથી. આ તો અહીં ઊભો કંઈક આપજોડિયા ચાબખા સંભળાવશે. માટે જવા દ્યો એને હવે.” ગામલોકએ આપસઆપસમાં સંતલસ કરીને કહ્યું.

“ઠીક મેકાજી ! પધારો હવે. મોડું થાય છે આપને.”

“લ્યો ત્યારે, જી નામ !”

"જી નામ !”

એવી સામસામી સલામ થઈ ગઈ, ને મુસાફર પોતાને માર્ગે પડ્યો.