પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
પુરાતન જ્યોત
 


રામને ન ભજનારા કૂતરા સરજ્યા. પછી એ નાલાયકો ભૂખ્યા પેટે શેરીઓમાં સૂતા હોય છે.

મંદિરોને, મૂર્તિપૂજાને, કીર્તનકારોનાં કૂડને, બાહ્ય ક્રિયાકાંડને સોટા લગાડતા મેકરણનું જ્ઞાન અનેક ગૂઢાર્થો ઉકેલતું અંતર્મુખ બનતું ગયું. પણ એનો સાચો પારખુ ન સાંપડ્યો. એણે પોકાર કર્યો કે —ગૂઢારથ ક્યું ગાલિયું
વધી વડ થઈયું;
તાણેં કે ન પૂછિયું;
મું પણ ન ચઈયું.

જીવનના નિગૂઢાર્થોની વાતો મારા હૃદયમાં વધી વધીને વડ જેવટી મોટી થઈ ગઈ. પણ ન કોઈએ મને એ સાચી સમસ્યાઓ પૂછી, કે ન મેં કોઈને વગર પૂછ્યે કહી.ગાલડિયું ગૂઢેરથ જ્યું
વધી વધી વડ થયું;
અંગે માડુએ ન પૂછ્યું
દલજી દલને રિયું.

ગૂઢાર્થોની વાત મારા હૃદયમાં વધી વધીને મોટા વડ જેવડી બની ગઈ, પણ મને કોઈ સારા માણસે એ ન પૂછી. એટલે એ દિલની વાતો દિલમાં જ રહી ગઈ.

અને મને પૂછવા આવનારા કોણ હતા? મારી પાસેથી કોઈ વરદાન લેવા આવ્યા. કોઈ સંસારી લાભ લૂંટવા આવ્યા.વડા ધણીજી વિનતિયું
જાગી કોન કિયું;
વણ કમાણીએ મોજું માગે,
(ભડવે કે) લાજુ કો ન થિયું !

મહાન ધણી ઈશ્વરની માગણીઓ તો કોઈએ પૂરી